અમે કોઈને છેડીશું નહીં, છેડશે તો છોડીશું નહીં..VHPની સભામાં વજુભાઈ વાળાની ગર્જના

ગુજરાત BJPના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દેશભરમાં સનાતન ધર્મની ચર્ચાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજકોટમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત ધાર્મિક સભામાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, અમે કોઈની વચ્ચે નહીં આવીએ, પરંતુ અમારા માર્ગમાં કોઈ આવશે તો અમે તેને છોડીશું નહીં. વજુભાઈ વાળાએ ધર્મસભામાં તમામ હિન્દુઓને એક થવા માટે અપીલ કરી હતી.

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં આયોજિત જન્માષ્ટમી શોભાયાત્રામાં સનાતન ધર્મ અંગે અનેક નિવેદનો આપ્યા હતા. તેમણે શોભાયાત્રા પૂર્વે યોજાયેલી ધાર્મિક સભામાં સમગ્ર હિન્દુ સમાજને એક થવા હાકલ કરી હતી. વજુભાઈ વાળાના નિવેદનને તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન અને ગુજરાતના સાળંગપુર હનુમાન મંદિર વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વજુભાઈ વાળાએ સનાતન ધર્મના વિરોધીઓને નામ લીધા વગર સખત શબ્દોમાં ચેતવણી આપી હતી. વજુભાઈ વાળાનું આ નિવેદન PM નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં આપેલા નિવેદન પછી આવ્યું છે. જેમાં PM નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મની નિંદા કરનારાઓને કડક જવાબ આપવા જણાવ્યું હતું.

રાજકોટમાં આયોજિત જન્માષ્ટમી શોભાયાત્રામાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, નાની-નાની ભૂલો માટે તલવાર નીકાળવી યોગ્ય નથી પરંતુ જો ત્યાર પછી પણ કોઈ વિવાદ થાય તો તેને સૌહાર્દપૂર્વક વાતાવરણમાં ઉકેલવામાં આવશે. હા, પરંતુ ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ટાળવું પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, ભગવાન કૃષ્ણે આપણને એવા વ્યક્તિની જેમ જીવવાનું શીખવ્યું છે, જેનું ચારિત્ર્ય શુદ્ધ હોય, જે ધર્મ પ્રેમી હોય, જે રાષ્ટ્ર પ્રેમી હોય. સમગ્ર હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. અમે કોઈને છેડશું નહીં, પરંતુ જો કોઈ અમને છેડશે તો અમે તેને છોડીશું પણ નહીં. વજુભાઈ વાળાએ છેલ્લે કહ્યું કે, ઓછું જીવો પણ મર્દાનગીથી જીવો. વજુભાઈ વાળા એ જ નેતા છે જેમણે હાલના PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM બન્યા ત્યારે તેમની સીટ તેમના માટે ખાલી કરી આપી હતી. તેઓ ગુજરાતના નાણામંત્રીની સાથે વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.