- Gujarat
- અલ્પેશ અને સુદામા ગ્રુપ વચ્ચે મોટી બબાલ, આખરે થયું શું હતું?
અલ્પેશ અને સુદામા ગ્રુપ વચ્ચે મોટી બબાલ, આખરે થયું શું હતું?
ગુજરાતના સુરતમાં 5 સપ્ટેમ્બરે ગણેશોત્સવ દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મોટી બબાલ થઇ હતી, પરંતુ તે વખતે વાત બહાર નહોતી આવી. આ ઘટનામાં બનેં જૂથ વચ્ચે સમાધાન થઇ ગયા પછી બુધવારે સોશિયલ મીડિયામાં વીડિયો અને ઓડિયો વાયરલ થયો ત્યારે આ ઘટનાની લોકોને જાણ થઇ.
મોટા વરાછા વિસ્તારમાં સુદામા ગણેશોત્સવના મંડપમાં પોલીસ અને પાસ નેતા અલ્પેશ કથિરીયા વચ્ચે સંઘર્ષ થયાનો અને પોલીસ કેટલાકની સાથે દંડાવાળી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
અલ્પેશ સમર્થકોનું કહેવું છે કે, આરતી માટે આમંત્રણ આપવા છતા અલ્પેશને સ્ટેજ પર ન બોલાવીને અપમાન કરવામં આવ્યું હતું. જયારે બીજા દિવસે અલ્પેશ આયોજકો સાથે વાત કરવા ગયા ત્યારે આયોજકોએ પહેલેથી પોલીસને બોલાવી રાખી હતી અને પછી પોલીસે પાસ કાર્યકરો પર દંડા વરસાવ્યા. જો કે આયોજકાનો સમર્થકોનું કહેવું છે કે, એક દિવસ પહેલા અલ્પેશ પાસે આરતી કરાવી હતી. બીજા દિવસે અન્ય લોકોને બોલાવેલા, પરંતુ અલ્પેશ પણ આવી પહોંચ્યો હતો. એટલે તક નહોતી આપી.

