- Gujarat
- સુરત વનિતા વિશ્રામના મેળામાં આ વર્ષે શું છે ખાસ અને શું છે નવું
સુરત વનિતા વિશ્રામના મેળામાં આ વર્ષે શું છે ખાસ અને શું છે નવું
રોયલ મેળો જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ભવ્યાતીભવ્ય થ્રીડી ડેકોરેશન ગેટ, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે માણવા જેવો પારંપારિક મેળો એટલે રોયલ લોકોનો રોયલ વેકેશન મેળો 11-6-2023 સુધી વનીતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવા ગેટ, સુરત.
નાના મોટા સહુનાં શ્વાસ અધ્ધર કરી દેતી અવનવી રાઇડઝ્ જેવી કે ટોરાટોરા, જાયન્ટ વ્હીલ, બ્રેકડાન્સ, ડ્રેગન કાર, રેસીંગ કાર, રેન્જર રાઇડ, ઓકટોપસ, ચાંદ-તારા, એરોપ્લેન, પાણીપુરી રાઇડ, ભુતબંગલા, ઝુલા, બંચી જમ્પીંગ, બાળકો માટેની બોઇન્સી, પાણીની બોટ, ક્રોસવીલ, બાળકો માટેની લાઇટીંગવાળી બેબી ટ્રેન, ગેમીંગ થ્રીડી શો, ટાવર રાઇડ, ફજેતફાળકા અને બાળકો માટેની અદ્યતન રાઇડ તેમજ સૌપ્રથમ વખત મિક્ષર રાઇડનો આનંદ કંઇક ઔર જ છે. તેમજ સેલ્ફી ઝોન પણ.

આ વેકેશનની રજાઓ રોયલ વેકેશન મેળામાં અવનવી ફુડ વેરાયટી માણવાનાં શોખીનો માટે પાણીપુરી, સેવપુરી, ભેળ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડીયન, ફાસ્ટ ફુડ, ખીચુ, લાઇવ સ્ટીમ ઢોકળા, ગરમ ભજીયા, પીઝા, સેન્ડવીચ, ચનાચોર, મકાઇ ભેળ, રાજકોટના ફેમસ ઘુઘરા, ફ્રુટ ડીશ, રાજકોટના ફેમસ બરફના ગોલા, પોપકોર્ન, સુગર કેન્ડી, અમેરીકન મકાઇ, ફીંગર ચીપ્સ, બટેટા ટીસ્ટર, ધોરાજીના પ્રખ્યાત ભુંગળા બટેટા, મોકટેલ, માવા મલાઇ ગુલ્ફી, બ્રાન્ડેડ આઇસ્કીમ, લીંબુસોડા અને બનારસી પાન તો મુખવાસમાં છે જ. જેવી વેરાયટી તો ફકત રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા 11-6-2023 સુધી વનીતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવા ગેટ, સુરતમાં.
મેળામાં મેળો - રોયલ વેકેશન મેળો જેમા છે બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં દિલ્લીની ઇમીટેશન જવેલરી, કટલેરી આઇટમ્સ, લેડીઝ ફુટવેર, લેડીઝ પર્સ, લેધર આઇટમ્સ, કોસ્મેટીક આઇટમ્સ, કીચનવેર આઇટમ્સ, કુકીંગવેર આઇટમ્સ, ગીફટ આર્ટીકલ્સ, જ્યપુરી લેડીઝ ડ્રેસ, બંગાળી સાડી, બોમ્બે ચપ્પલ, મોજડી, જયપુરી બેડ કવર, ખાદીના શર્ટ, ફીરોઝાબાદનાં બેંગલ, લખનવી કુર્તી સાડી ડ્રેસ મટીરીયલ, હેલ્થકેરની આઇટમ, ક્રોકરી, સીરામીક નર્સરીનાં કુંડા, ટેરા કોટા, એન્ટીક આઇટમ, જયપુરી મુખવાસ ઉપરાંત બાળકો માટે અવનવા રમકડાના સ્ટોલ વિવિધ પ્રકારનાં હેન્ડીક્રાફટસનો બેનમુન ખજાનો, મેળો તો બસ રોયલ મેળો જ, સાથે સાથે એજ્યુકેશન આઇટમ્સ, સ્ટેશનરી પ્રોડકટસ, હાઉસ હોલ્ડ આઇટમ્સ, સ્પોર્ટસ એસેસરીઝનાં સ્ટોલ્સ તો ખરા જ.

રોયલ વેકેશન મેળામાં આવતા દરેક લોકો માટે એન્ટ્રી ટિકીટ સાથે સૌપ્રથમ વખત સુરતમાં લાઇટીંગ ગ્લો ગાર્ડન પાર્કની મજા ફ્રી તો રાખેલ છે એ ઉપરાંત લકકી ડ્રોની બમ્પર ઓફર પણ રાખવામાં આવેલ છે જેમાં પ્રથમ ઇનામ એકટીવા સ્કૂટર, બીજુ ઇનામ રેફ્રીજરેટર, ત્રીજુ ઇનામ એલ.ઇ.ડી. ટી.વી. ઉપરાંત ઘણી બધી ઇનામોની વણઝાર તો ખરી જ.

