- Health
- ગર્ભ નિરોધક ગોળી ખાવાથી 27 વર્ષથી છોકરીને આવ્યો હાર્ટ એટેક? ડૉક્ટરે આપી ચેતવણી
ગર્ભ નિરોધક ગોળી ખાવાથી 27 વર્ષથી છોકરીને આવ્યો હાર્ટ એટેક? ડૉક્ટરે આપી ચેતવણી

મુંબઈમાં 27 વર્ષીય એક મહિલાને હાર્ટ એટેક આવ્યો. તે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS)થી પીડિત હતી અને તેને નીપટવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહી હતી. PCOS એક હોર્મોનલ ડિસઓર્ડર છે, જેનો અનિયમિત માસિક ધર્મ અને અંડાશયમાં સિસ્ટમનું કારણ બને છે. માહિતી અનુસાર, છોકરીને 10 વર્ષથી PCOSની ફરિયાદ હતી અને તે લગભગ 7 વર્ષથી ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહી હતી. આટલા લાંબા સમય સુધી ગોળીઓનું સેવન કરવું તેના માટે જોખમી સાબિત થયું. પાયલના જણાવ્યા અનુસાર, તે લગભગ એક દાયકાથી PCOSથી પીડાઈ રહી હતી અને તેના સ્ત્રીરોગ વિશેષજ્ઞએ તેને 7 વર્ષ સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવાની સલાહ આપી હતી. આજ કારણે તે આ ગોળીઓ લેતી હતી. ડૉક્ટરે ગર્ભનિરોધક ગોળીને હાર્ટ એટેકનું કારણ ગણાવ્યું છે.
શું હતો આખો મામલો?
વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર રહેલી છોકરીને 2 જૂને એસિડિટીની ફરિયાદ થઈ, જેના કારણે તેને મધ્યરાત્રિએ છાતીમાં તીવ્ર દુઃખાવો થયો અને તેની હાલત વધુ ખરાબ થઈ. બાદમાં જ્યારે તે હોસ્પિટલ પહોંચી તો ડૉક્ટરે કહ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. મુંબઈની સૈફી હોસ્પિટલના હૃદય રોગના વિશેષજ્ઞ ડૉ. કૌશલ છત્રપતિએ 3 જૂનની સવારે છોકરીમાં સ્ટેન્ટ લગાવ્યો. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે છોકરીને રાત્રે હોસ્પિટલમાં લાવવામાં આવી, ત્યારે તેનો ECG રિપોર્ટ સારો આવ્યો નહોતો અને તેથી અમને ખબર પડી કે છોકરીને હાર્ટ એટેક આવ્યો છે. ગર્ભનિરોધક ગોળીઓ છોકરીના હાર્ટ એટેકનું કારણ બની હતી, જે 7 વર્ષથી પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ માટે લઈ રહી હતી. આ ગોળીઓને કારણે, તેના લોહીમાં ગંઠાવાનું નિર્માણ થયું, જેના કારણે તેને હાર્ટ એટેકની ફરિયાદ થઈ.

સંશોધન અને નિષ્ણાતો શું કહે છે?
'ધ BMJ' મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા ડેનમાર્કના અભ્યાસ મુજબ, સૌથી વધુ ઉપયોગમાં લેવાતી હોર્મોનલ ગર્ભનિરોધક- કોંબીનેશન એસ્ટ્રોજન-પ્રોજેસ્ટિન ગોળી, ઇસ્કેમિક સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ બમણું કરી શકે છે. ગાયનેકોલોજિસ્ટ ડૉ. કિરણ કોએલો કહે છે કે, ગર્ભનિરોધક ગોળીઓને કારણે હાર્ટ એટેકની તુલનમાં સ્ટ્રોક વધુ સામાન્ય છે. મેં PCOSથી પીડિત 22 વર્ષ અને 28 વર્ષની મહિલાઓને સ્ટ્રોકનો સામનો કરતી જોઈ છે, પરંતુ મહિલાઓને ઓવ્યૂલેશનને દબાવવા માટે ગોળીઓની જરૂર પડે છે, જેથી તેમના અંડાશયમાં સિસ્ટની સંખ્યા ઓછી થઈ જાય છે.
શહેરી સ્ત્રીઓમાં તણાવનું સ્તર ખૂબ ઊંચું છે અને બાળપણમાં મોટાપો જૂના સમયની તુલનમાં ખૂબ વધી ગયો છે. આ પરિબળો ભારતના શહેરોમાં PCOSનું જોખમ વધારે છે, જ્યાં દર 5માંથી 1 છોકરીને તેની ફરિયાદ છે. નાણાવટી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાજીવ ભાગવતનું કહેવું છે, ‘દરેક વ્યક્તિ જાણે છે કે ગર્ભનિરોધક ગોળીઓ થ્રોમ્બોસિસ (લોહીના ગંઠાવાનું) વધારી શકે છે, પરંતુ ડૉક્ટરો માટે આ ગોળીઓ લખવા અગાઉ મહિલાના હાર્ટ હેલ્થની ફેમિલી હિસ્ટ્રી જાણવી પણ ખૂબ જરૂરી છે. આજના યુવાનોમાં હૃદય રોગનું એક મોટું કારણ ફેમિલી હિસ્ટ્રી પણ છે.

ગર્ભનિરોધક દવાઓ સાથે જોડાયેલા હાર્ટ એટેકનું જોખમ 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ, ધૂમ્રપાન કરનારા અને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ હિમોગ્લોબિન લેવલ અને વધુ પડતા પ્લેટલેટ જેવા હૃદય રોગના અન્ય જોખમી પરિબળો ધરાવતી સ્ત્રીઓમાં વધારે છે. હોર્મોનલ બાથ કંટ્રોલ, જેમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન બંને હોય છે, તે સ્ત્રીના હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે, જેથી પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)ના ઘણા લક્ષણો ઓછા થાય છે. PCOSવાળી મહિલાઓમાં હોર્મોનલનું અસંતુલન હોય છે, ટેસ્ટોસ્ટેરોનના અસમાન્ય રૂપે ઉચ્ચ સ્તરનું કારણ બને છે. PCOS વંધ્યત્વનું એક મુખ્ય કારણ છે.
2021ના સંશોધન મુજબ, સંયુક્ત મૌખિક ગર્ભનિરોધક (COCs) PCOS માટે ફર્સ્ટ-લાઇન સારવાર છે. COCs બર્થ કંટ્રોલ ગોળીઓ છે, જેમાં 2 હોર્મોન્સ હોય છે. આ હોર્મોન્સ સામાન્ય રીતે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું એક સિન્થેટિક રૂપ હોય છે જેને પ્રોજેસ્ટિન કહેવાય છે. COCs અંડાશયને ઇંડા છોડતા પણ અટકાવે છે, જે ગર્ભાવસ્થાને રોકે છે. COCs કોઈ મહિલાના એસ્ટ્રોજનનું સ્તર વધારીને અને તેના શરીર દ્વારા ઉત્પાદિત ટેસ્ટોસ્ટેરોનની માત્રા ઘટાડીને PCOSમાં હોર્મોનલ અસંતુલનને નિયંત્રિત કરી શકે છે. 2021ના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે COCs માસિક ધર્મ ચક્રને નિયંત્રિત કરી શકે છે અને હાઇ ટેસ્ટોસ્ટેરોનના સ્તરના કેટલાક અન્ય લક્ષણો ઓછા કરી શકે છે, જેમ કે અતિશય વાળ ઉગવા અને ખીલ ઘટાડી શકે છે. તેઓ એન્ડોમેટ્રિલ કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.

એસ્ટ્રોજનવાળી ઓરલ બર્થ કંટ્રોલ ગોળીઓ લોહીના ગંઠાવાનું જોખમ વધારીને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે, જે ધમનીઓમાં અવરોધ પેદા કરી શકે છે, જેનાથી હાર્ટ એટેક આવી શકે છે. તે બ્લડ પ્રેશર પણ વધારે છે, જે હાર્ટ ડિસિઝનું મુખ્ય કારણ છે અને આ લોહીના કોલેસ્ટ્રોલના સ્તરને પણ બદલે છે. બીજા શબ્દોમાં કહીએ તો મૌખિક એસ્ટ્રોજન ગોળીઓ LDL અથવા ઓછી ઘનત્વવાળા લિપોપ્રોટીન (ખરાબ) કોલેસ્ટ્રોલને વધારી શકે છે અને HDL અથવા ઉચ્ચ ઘનત્વવાળા લિપોપ્રોટીન (સારા) કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધુ વધી શકે છે. જો તમને PCOS માટે મૌખિક ગર્ભનિરોધક લેવાની સલાહ આપવામાં આવી છે, તો કાર્ડિયોલોજિસ્ટની મુલાકાત લો અને પોતાના હાર્ટ સંબંધિત જોખમ પરિબળોની તપાસ કરાવો અને ત્યારબાદ જ સેવન કરો.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)