- Loksabha Election 2024
- EVM પર સવાલ ઉઠતા CECનો શાયરાના અંદાજ- વફા ખુદ સે નહીં હોતી, ખતા EVM કી કહતે હો
EVM પર સવાલ ઉઠતા CECનો શાયરાના અંદાજ- વફા ખુદ સે નહીં હોતી, ખતા EVM કી કહતે હો
.jpg)
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી અને ફરીએકવાર EVM પર તેમને સવાલ પૂછાયો હતો, જેનો જવાબ રાજીવ કુમારે શાયરાના અંદાજમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી કેમ્પેઇન દરમિયાન પર્સનલ એટેકથી બચજો અને ડેકોરમ જાળવી રાખજો. ત્યાર બાદ તેમણે પ્રસિદ્ધ શાયર બશીર બદ્રનો એક શેર સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,
दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे
जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों
રાજીવ કુમારે EVM પર સવાલ ઉઠાવનારાઓ પર પણ એક શાયરી કહી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે,
अधूरी हसरतों का इल्जाम हर बार हम पर लगाना ठीक नहीं,
वफा खुद से नहीं होती खता ईवीएम की कहते हो.
EVM पर अर्ज़ किया है.. pic.twitter.com/voA87bOohZ
— Political Kida (@PoliticalKida) March 16, 2024
7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી, 7 મેના રોજ ગુજરાતમાં થશે ચૂંટણી, 4 જૂને પરિણામ
દુનિયાની સૌથી મોટી લોકસભા ચૂંટણીના કાર્યક્રમ અંગે શનિવારે ચીફ ઇલેક્શન કમિશ્નર ઓફ ઇન્ડિયા રાજીવ કુમારે પત્રકાર પરિષદને સંબોધી હતી. લોકસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિશને તારીખોની જાહેરાત કરી દીધી છે. 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે, જેમાં 102 સીટ પર મતદાન થશે. 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 89 સીટ પર મતદાન થશે.7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં 94 સીટ પર મતદાન થશે.13 મેએ ચોથા તબક્કાનું મતદાન થશે, જેમાં 96 સીટ પર મતદાન થશે.20 મેએ પાંચમા તબક્કાનું મતદાન થશે, જેમાં 49 સીટ પર મતદાન થશે.25 મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે, જેમાં 57 સીટ પર મતદાન થશે. 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થશે, જેમાં 57 સીટ પર મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે અને ચૂંટણીનું પરિણામાં 4 જૂનના રોજ આવશે.
હાઇલાઇટ્સ...
- 543 બેઠકો
- 7 તબક્કામાં ચૂંટણી થશે
- 19 એપ્રિલથી વોટીંગ 102 બેઠકો પર મતદાન શરૂ થશે
- 4 જૂન 2024 પરિણામ જાહેર થશે
-97 કરોડ કુલ મતદારો
- 49 કરોડ 70 લાખ પુરુષ મતદારો
- 47 કરોડ 15 લાખ મહિલા મતદારો
- 1 કરોડ 80 લાખ નવા મતદારો ઉમેરાયા
- 55 લાખ EVMનો ઉપયોગ
- 10. 5 લાખ પોલીંગ બૂથ
- 1 એપ્રિલ 2024ના દિવસે 18 વર્ષ પુરા થતા હશે તે મત આપી શકશે
-88.5 લાખ દિવ્યાંગ મતદારો
- 2019ની સરખામણી 2024માં 6 ટકા મતદારો વધ્યા
- ચૂંટણીમાં હિંસા નહી થવા દેવાશે, ચૂંટણી પંચ કડક પગલાં ભરશે
- ધન- બળનો પ્રયોગ નહીં થઇ શકે
- હિસ્ટ્રી પર નજર રખાશે
-સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવામાં આવશે.
- જાતિ- ધર્મના નામે મત નહીં માંગી શકાશે.