રાહુલ-સોનિયા ગાંધી આ વખતે કોંગ્રેસને મત નહીં આપી શકે, આ છે કારણ
રાહુલ-સોનિયા ગાંધી આ વખતે કોંગ્રેસને મત નહીં આપી શકે, આ છે કારણ
On
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ વખતે લોકસભા 2024ની ચૂંટણી તેમની પોતાની જ પાર્ટી કોંગ્રેસને મત નહીં આપી શકે તેવા સમીકરણ ઉભા થયા છે.
વાત એમ છે કે દિલ્હીમાં કુલ 7 લોકસભા બેઠકો છે અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠ બંધનમાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. નવી દિલ્હી, પૂર્વી દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી પર AAPના 4 ઉમેદવારો ચૂંટણી લડશે અને ચાંદની ચોક, ઉત્તર પૂર્વી દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી પર કોંગ્રેસ ચૂંટણી લડશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું જ્યાં મતદાતા તરીકે નામ છે તે નવી દિલ્હીનો વિસ્તાર છે અને અહીંથી AAPનો ઉમેદવાર ચૂંટણી લડવાનો છે એટલે રાહુલ- સોનિયા કોંગ્રેસને મત નહીં આપી શકે.