- National
- જીમમાં 270 કિલોનો રૉડ પડી જતાં તૂટી ગરદન, નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ મહિલા પાવરલિફ્ટરનું મોત
જીમમાં 270 કિલોનો રૉડ પડી જતાં તૂટી ગરદન, નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ મહિલા પાવરલિફ્ટરનું મોત

રાજસ્થાનના બિકાનેરમાં એક ભયાનક અકસ્માત થયો છે. જિમમાં પાવરલિફ્ટિંગની પ્રેક્ટિસ કરતી વખતે રાષ્ટ્રીય ખેલાડી યષ્ટિકા આચાર્યનું દુઃખદ અવસાન થયું હતું. યષ્ટિકાને ગરદન પર 270 કિલો વજન ઉઠાયુ હતું. આ દરમિયાન અચાનક હાથ સ્લિપ થઈ જવાને કારણે તેણે સંતુલન ગુમાવ્યું અને વજન તેની ગરદન પર આવી ગયું. વજન પડવાને કારણે તેની ગરદન તૂટી ગઈ હતી. અકસ્માત બાદ યષ્ટિકાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
કેવી રીતે થયો અકસ્માત?
રાજસ્થાન બિકાનેરની નત્થુસર ગેટ ખાતે બડા ગણેશ મંદિર પાસે ધ પાવર હેડક્ટર જીમમાં બિકાનેરની નેશનલ ફિમેલ પાવર લિફ્ટર યષ્ટિકા આચાર્ય, 17 વર્ષીય જીમમાં પ્રેક્ટિસ કરી રહી હતી. તેણે ગરદન ઉપર 270 કિલોનો રૉડ પર વજન ઉપાડ્યું હતુ. આ દરમિયાન ગરદન પર રૉડ પડી જવાને કારણે યષ્ટિકાનું મોત થયું હતું. જિમમાં તેની સાથે પ્રેક્ટિસ કરનાર અન્ય ખેલાડીઓએ જણાવ્યું કે યષ્ટિકા હંમેશની જેમ કોચની હાજરીમાં પ્રેક્ટિસ કરી રહી હતી.
પ્રેક્ટિસ દરમિયાન, હાથ સ્લિપ થઈ જવાને કારણે, તેણીએ અચાનક તેનું સંતુલન ગુમાવ્યું અને 270 કિલો વજનનો રૉડ યષ્ટિકાના ગળા પર પડ્યો. આ દરમિયાન જોરદાર આંચકો આવ્યો હતો. જોરદાર ફટકો લાગવાને કારણે યષ્ટિકાની પાછળ ઊભેલો કોચ પણ પાછળની તરફ પડ્યો હતો. અકસ્માત બાદ યષ્ટિકા બેભાન થઈ ગઈ હતી. જીમમાં જ તેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર ખેલાડીઓ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ત્યાં હાજર ખેલાડીઓએ જણાવ્યું કે ટ્રેનર યષ્ટિકાને વેઈટ લિફ્ટિંગ કરાવતો હતો, તેણે પહેલા એક... બે... ત્રણ... કહ્યું આ પછી જ તેણે વજન ઉપાડ્યું, પરંતુ અચાનક તેનો હાથ સ્લિપ થઈ જવાથી તેનું સંતુલન ખોરવાઈ ગયું અને આખું વજન તેની ગરદન પર આવી ગયું. યષ્ટિકા તેને સંભાળી શકી નહી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ
થોડા સમય પહેલા યષ્ટિકાએ ગોવામાં આયોજિત 33મી નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં ઈક્વિપ્ડ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને ક્લાસિક કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. યષ્ટિકાના પિતા ઐશ્વર્ય આચાર્ય (50) કોન્ટ્રાક્ટર છે. યષ્ટિકાના મૃત્યુ બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છે અને પરિવારના સભ્યોની રડી રડીને ખરાબ હાલત છે.
પોલીસમાં નોંધાયો નથી કેસ
પોલીસે જણાવ્યું કે હજુ સુધી પરિવારજનો દ્વારા આ મામલે કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. તેથી આ મામલે કોઈ FIR નોંધવામાં આવી નથી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.