ઉદ્ધવ ઠાકરેના મુખપત્રમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર, ચૂંટણી પંચ પર સવાલ, લખ્યું- ‘હવે ચૂંટણીનો કોઈ અર્થ નથી’

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર સામનામાં પ્રકાશિત થયેલા એક તંત્રીલેખમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્રની 29 નગરપાલિકાઓના ચૂંટણી પરિણામો અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તંત્રીલેખમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ દ્વારા આ ચૂંટણીઓ જીતી છે. સામનાએ આને મહારાષ્ટ્ર અને મરાઠી સમુદાય માટે ચેતવણી ગણાવી છે. સામનાના મતે, હવે કોઈપણ ચૂંટણીનો કોઈ અર્થ નથી રહ્યો.

સામના અનુસાર, મુંબઈ સહિત 29 નગરપાલિકાઓના પરિણામો ભારે અફરાતફરી અને અરાજકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યા. મોડી રાત સુધી મતદાનમાં અનિયમિતતાઓ ચાલુ રહી. તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર દેશનું ધ્યાન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ પર કેન્દ્રિત હતું, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પારદર્શી ન દેખાઈ. આ તંત્રીલેખમાં ભાજપ પર શાહી કૌભાંડ, EVM કૌભાંડ, પૈસાનું વિતરણ, બોગસ મતદાન અને બેવડા મતદાન સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સામનાનો દાવો છે કે આ બધાના સહારે ભાજપે મુંબઈ કબજે કરવાનો પ્રયાસ શરૂ કર્યો. સંપૂર્ણ પરિણામો જાહેર થાય તે પહેલાં જ ભાજપ દ્વારા કરવામાં આવેલા ઉજવણીને ચૂંટણી કૌભાંડનો હિસ્સો ગણાવ્યો છે.

સામનાએ ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું કે સેકડો મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ ન કરી શક્યા, છતા પંચ અજગરની જેમ પડ્યું રહ્યું. મતદાનના 24 કલાક વીતી ગયા બાદ પણ મતદાન ટકાવારીની યોગ્ય જાણકારી ન આપી શકાઈ, જ્યારે TV ચેનલો પર ભાજપની તરફેણમાં એક્ઝિટ પોલ બટાવાતા રહ્યા. તંત્રીલેખમાં આરોપ છે કે, ચૂંટણી અધિકારીઓ ખુલ્લેઆમ મતદારોના નામ શોધવા માટે ભાજપ એપનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અધિકારીઓ મતદાન મથકો પર બેસીને ભાજપને મદદ કરી રહ્યા હતા.

saamna2
india.com

સામનાએ લખ્યું છે કે, ‘જો આવી ફરિયાદો પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, તો ચૂંટણી કરવવાનો કોઈ અર્થ નથી; તેના બદલે, ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરોની સીધી નિમણૂક કરી દેવી જોઈએ. સામનાએ આરોપ લગાવ્યો કે ભાજપનો ઉદ્દેશ્ય મરાઠી લોકોનો ત્યાગ કરીને મુંબઈમાં મેયરને સત્તા પર લાવવાનો હતો. આ સપનાને 'મિંધે' એટલે કે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા પૂરું કરવામાં આવ્યું. તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના મહારાષ્ટ્રના ઇતિહાસમાં કાળા અક્ષરોમાં અંકિત થશે.

તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે 100નો આંકડો પાર કર્યો, જ્યારે શિવસેના અને MNSએ સખત ટક્કર આપી છે. થાણેમાં શિંદે જૂથ, છત્રપતિ સંભાજીનગર, નાસિક, પુણે, પિંપરી-ચિંચવાડ, જલગાંવ અને ધૂલે નગરપાલિકાઓ પર ભાજપનું નિયંત્રણ ગણાવવામાં આવ્યું છે. સામનાએ લખ્યું કે, લાતુરમાં કોંગ્રેસ અને વંચિત સત્તા પર આવ્યા. આનંદની વાત છે કે શિવસેનાએ પરભણી, મરાઠવાડામાં પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો છે. કોંગ્રેસ અને વંચિતે આ ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેઓ મુંબઈમાં 25 બેઠકોનો આંકડો પણ પાર કરવામાં નિષ્ફળ ગયા. કોંગ્રેસ-વંચિત ગઠબંધનને લાતુર સિવાય બહુ ઓછી સફળતા મળી.

Uddhav
india.com

સામનાએ ડૉ. આંબેડકરના વિચારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અખંડ અને મુંબઈ મરાઠી લોકોના હાથમાં રહેવું જોઈએ. તંત્રીલેખમાં પ્રકાશ આંબેડકર દ્વારા અપનાવવામાં આવેલા અલગ માર્ગ પર પણ ટિપ્પણી કરવામાં આવી હતી. તંત્રીલેખ અનુસાર, અકોલા જેવા ગઢમાં ભાજપનો પ્રવેશ ચિંતાનો વિષય છે.

ભાજપના 'અમૃતકાલ' પર કટાક્ષ કરતા સામનાએ લખ્યું કે, ‘ન તો કોર્ટોમાં ન્યાય મળી રહ્યો છે અને ન તો ચૂંટણીમાં નિષ્પક્ષ પરિણામો. પૈસાના દમ પર સમગ્ર ચૂંટણી પ્રણાલી પર કબજે કરવાની નવી પરિભાષા બનાવવામાં આવી રહી છે, જે લોકશાહી માટે જોખમી છે. તંત્રી લેખના અંતમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓમાં શિવસેના અને MNSએ સંઘર્ષ કર્યો અને કઠિન લડાઈ લડી. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે. સામનાએ સ્પષ્ટપણે કહ્યું કે મુંબઈ અને મરાઠી અસ્મિતા માટેની લડાઈ ક્યારેય નહીં અટકે.

About The Author

Related Posts

Top News

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.