દુનિયામાં વાયુ પ્રદૂષણથી જીવ ગુમાવનારાઓમાં 70 ટકા તો ફક્ત ભારતથી જ છે

વાયુ પ્રદૂષણ પરના એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વભરમાં વાયુ પ્રદુષણના કારણે જીવ ગુમાવનારા લોકોમાંથી 70 ટકા લોકો તો ફક્ત ભારતમાંથી જ નોંધાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, દર વર્ષે વાયુ પ્રદૂષણને કારણે વૈશ્વિક સ્તરે આશરે 25 લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે, જેમાંથી 17 લાખ 72 હજાર લોકો ફક્ત ભારતમાંથી જ નોંધાય છે. 'લૈસેંટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ' શીર્ષક ધરાવતો આ રિપોર્ટ યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં PM 2.5ને આના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.

Air-Pollution

PM 2.5, અથવા પાર્ટિક્યુલેટ મેટર 2.5, હવામાં હાજર રહેલા એવા નાના કણો હોય છે, જેનો આકાર 2.5 માઇક્રોન કે તેનાથી પણ ઓછા માપના હોય છે. તે નરી આંખે દેખાતા નથી, પરંતુ ફેફસાં અને શરીરમાં ઊંડે સુધી દાખલ થઈને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. PM 2.5 સ્તર વધારવા માટે માનવીઓ જ જવાબદાર છે. તે મુખ્યત્વે વાહનો, કારખાનાઓ અને થર્મલ પાવર પ્લાન્ટ, પરાલી બાળવી, ધૂળ, બાંધકામ કાર્ય અથવા લાકડા અથવા કોલસા જેવા ઘરેલું ઇંધણ બાળવાથી વધારે ફેલાય છે.

Air-Pollution.jpg-3

રિપોર્ટ મુજબ, ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે જીવ ગુમાવનારાઓમાં 2010 પછીથી 38 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વાયુ પ્રદૂષણના કારણે જીવ ગુમાવનારાઓ માટે સૌથી વધારે અશ્મિભૂત ઇંધણ, ખાસ કરીને કોલસો અને પ્રવાહી ગેસ વધુ જવાબદાર છે. આના કારણે એકલા 44 ટકા એટલે કે, વાર્ષિક 752,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમાંથી, બળતણથી ચાલતા પાવર પ્લાન્ટને કારણે 298,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ઉપરાંત, રસ્તાના બાંધકામમાં વપરાતા પેટ્રોલના ધુમાડાને કારણે વાર્ષિક 269,000 લોકો પોતાનો જીવ ગુમાવે છે.

Air-Pollution.jpg-2

રિપોર્ટ મુજબ, 2020થી 2024 દરમિયાન જંગલમાં લાગેલી આગને કારણે પણ વાર્ષિક સરેરાશ 10,200 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં ભારતમાં વાયુ પ્રદૂષણના સ્તર અને તેની અસરની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. એમાં બતાવવામાં આવ્યું છે કે, ભારતમાં, 2022માં વાયુ પ્રદૂષણને કારણે પ્રતિ 100,000 લોકોમાંથી સરેરાશ 113 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં જીવ ગુમાવનારાઓની સરેરાશ સંખ્યા વધારે હોય છે. રિપોર્ટ અનુસાર, વાયુ પ્રદુષણને કારણે ભારતમાં હીટવેવનું જોખમ પણ ખુબ વધારે પ્રમાણમાં વધી ગયું છે. 2024માં ભારતીયોએ આનાથી પણ 50 ટકા વધુ હીટવેવનો સામનો કર્યો હતો, જે સરેરાશ 366 વધારાના કલાકોની હિટ સ્ટ્રેસ જેવું જ છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.