રાહુલ ગાંધીને બદલે શું વિપક્ષનો ચહેરો પ્રિયંકા હશે? સર્વેમાં થયો ખુલાસો

આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ટક્કર આપવા માટે બધી પાર્ટીઓને એકજૂથ કરવા માટે બેંગ્લોરમાં વિપક્ષની બીજી બેઠક થઈ રહી છે. આજે બેઠકનો બીજો દિવસ છે, જેમાં સામેલ થવા માટે 28 વિપક્ષી પાર્ટીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન એ વાતની પણ ચર્ચા છે કે વિપક્ષ કોના ચહેરા પર ચૂંટણી લડશે? આ રેસમાં જે લોકોના સૌથી આગળ છે તેમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ સામેલ છે.

મોદી સરનેમ કેસમાં દોષી ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ જઈ ચૂક્યું છે અને વર્ષ 2024ની ચૂંટણી લડવા પર પણ સંશય બનેલો છે. સુરત કોર્ટ અને ગુજરાત હાઇ કોર્ટ તરફથી રાહત ન મળ્યા બાદ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. હવે લિસ્ટથી રાહુલ ગાંધીનું નામ હટ્યા બાદ પ્રિયંકા ગાંધી, મમતા બેનર્જી, નીતિશ કુમાર અને અરવિંદ કેજરીવાલ બચે છે. રાહુલ ગાંધીને રાહત ન મળ્યા બાદ કોને આગળ કરવું જોઈએ? આ સવાલને લઈને કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે, વિપક્ષે પ્રિયંકા ગાંધીને આગળ કરવા જોઈએ. ત્યારબાદ નીતિશ કુમાર, અરવિંદ કેજરીવાલની સ્થિતિ એક સમાન છે અને મમતા બેનર્જીને સૌથી ઓછા વોટ મળ્યા છે.

શું કહે છે આંકડા?

સર્વેમાં પ્રિયંકા ગાંધીને 33 ટકા વોટ મળ્યા છે. નીતિશ કુમારને 14-14 ટકા, જ્યારે 10 ટકા લોકોએ મમતા બેનર્જીના પક્ષમાં વોટ કર્યા છે. જો કે, 29 ટકા એ લોકો છે જેમને ખબર નથી કે વિપક્ષે કોના ચહેરા પર ચૂંટણી લડવી જોઈએ.

પ્રિયંકા ગાંધીનું રાજનીતિક કરિયર:

પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ છે. પ્રિયંકા ગાંધી વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ માટે અભિયાનમાં સામેલ થયા, જેને રાજનીતિમાં તેમના પહેલા મજબૂત પગલાં તરીકે જોવામાં આવ્યું. આ અગાઉ ઘણી વખત તેઓ માતા સોનિયા ગાંધી માટે રાયબરેલી અને અમેઠીમાં ભાઈ રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચાર દરમિયાન નજરે પડ્યા, પરંતુ તેઓ વધારે સક્રિય ન રહ્યા. વર્ષ 2004ની ચૂંટણી બાદ તેઓ પાર્ટીની રેલીઓ અને બેઠકોમાં નજરે પડવા લાગ્યા અને વર્ષ 2019માં તેમને પૂર્વી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવ તરીકે નીમવામાં આવ્યા.

વર્ષ 2020માં તેમને આખા ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા. પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો. તેમણે દિલ્હીની મોડર્ન શાળા અને કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરીથી શાળાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ જીસસ એન્ડ મેરી કોલેજથી તેમણે સાઇકોલૉજીમાં બેચલરની ડિગ્રી હાંસલ કરી અને બુદ્ધિસ્ટ માસ્ટરની ડિગ્રી હાંસલ કરી. તેમના લગ્ન બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે થયા છે અને તેમના બે બાળકો છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.