CM યોગી પાસે ભાડા પર લઈ શકે છે મહાનગરપાલિકા, ગેરકાયદેસર બાંધકામ પર જજની ટિપ્પણી

કોલકાતામાં એક ગેરકાયદેસર બાંધકામના કેસમાં એક જનહિતની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અભિજીત ગાંગુલીએ કહ્યું કે, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પાસે બુલડોઝર ભાડા પર લઈ શકે છે. આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગઈ છે. જસ્ટિસ અભિજીત ગાંગુલીએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ કોલકાતા મહાનગર પાલિકા અંતર્ગત આવતા ક્ષેત્રોમાં એક ગેરકાયદેસર બાંધકામ સંબંધમાં પોતાનું મંતવ્ય રાખી રહ્યા હતા.

કોર્ટની આ ટિપ્પણી બાદ કોલકાતા મેયર ફિરહાદ હકીમે કહ્યું કે, અમે બુલડોઝરિંગની અવધારણમાં વિશ્વાસ કરતા નથી. અમે વિકાસમાં વિશ્વાસ કરીએ છીએ. સાથે જ કહ્યું કે, એ પણ સત્ય છે કે અમે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામનું સમર્થન નહીં કરીએ. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કૃણાલ ઘોષે જસ્ટિસ અભિજીત ગાંગુલીની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જસ્ટિસ ગાંગુલી પ્રસિદ્ધિ ઈચ્છે છે.

પશ્ચિમ બંગાળમાં CPMની કોઈ ભૂમિકા રહી નથી. તે આ રેસથી બહાર થઈ ચૂકી છે. એટલે તેઓ ભાજપ માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમને પશ્ચિમ બંગાળ ભાજપ પર પણ ભરોસો નથી. તેઓ સૂકાંત મજૂમદાર, શુવેન્દુ અધિકારી પર વિશ્વાસ કરતા નથી. કૃણાલ ઘોષે કહ્યું કે, જો બુલડોઝર જોઈએ તો પશ્ચિમ બંગાળ સરકાર પાસે પણ બુલડોઝર છે. પાલિકા પાસે પણ બુલડોઝર છે. જસ્ટિસ ગાંગુલી તૃણમૂલ કોંગ્રેસ વિરોધી છે. યોગી રાજમાં બધા બુલડોઝર મહિલાઓ અને દલિતોનું લોહી વહાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ, હાથરસ, પ્રયાગરાજ જેવા કેસ છે, પરંતુ અભિજીત ગાંગુલી ઉત્તર પ્રદેશને રોલ મોડલ બનાવી રહ્યા છે. ભાજપ નેતા શિશિર બાજોરિયાએ જસ્ટિસ અભિજીત ગાંગુલીની ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, એક વખત કહેવામાં આવતું હતું કે બંગાળ જે આજે વિચારે છે, દેશ તેની બાબતે કાલે વિચારે છે, પરંતુ કેટલા દુર્ભાગ્યની વાત છે કે હવે બંગાળ ગેરકાયદેસર બાંધકામો માટે પ્રસિદ્ધ થવા લાગ્યું છે.

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી વસ્તુ ગેરકાયદેસર છે. સત્તાધારી પાર્ટી એમ કરી રહી છે. તેમને તો કટ પૈસા જ જોઈએ. આજે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોલકાતા હાઇકોર્ટે એક ટિપ્પણી કરી છે કે જો પાલિકા ન જાણતું હોય કે ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે રોકવામાં આવે તો ઉત્તર પ્રદેશથી બુલડોઝર ભાડા પર લાવવા પડશે. આ સરકાર અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અંત નજીક છે. જો કે, જસ્ટિસ ગાંગુલીના જાણીતાનું કહેવું છે કે, તેમણે આ વાત હલકા અંદાજમાં હાસ્યની રીતે કરી હતી. આ એક વ્યંગાત્મક ટિપ્પણી હતી. રેકોર્ડ પર કશું જ નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.