- National
- 'ભારતીય લોકશાહી ઓમ શાંતિ' રાહુલનું સભ્યપદ રદ થતા કોંગ્રેસી નેતાઓએ જાણો શું કહ્યુ
'ભારતીય લોકશાહી ઓમ શાંતિ' રાહુલનું સભ્યપદ રદ થતા કોંગ્રેસી નેતાઓએ જાણો શું કહ્યુ
સુરતની કોર્ટમાં માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા પછી શુક્રવારે તેમની લોકસભા સદસ્યતા રદ કરી દેવાના સમાચારે રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. લોકસભા સ્પીકરે 23 માર્ચથી અમલમાં આવે તે રીતે રાહુલ ગાંધીનું કેરળના વાયનાડના સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરી દીધું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. આ પછી કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ખતમ કરવી એ સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ છે. સાથે જ શશિ થરૂરે કહ્યું કે આ આપણી લોકશાહી માટે અશુભ સંકેત છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે આ લડાઈ કાયદાકીય અને રાજકીય બંને રીતે લડીશું. અમે ભયભીત કે મૌન રહીશું નહીં. PM સાથે જોડાયેલા અદાણી મહામેગા કૌભાંડમાં JPCને બદલે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ભારતીય લોકશાહી ઓમ શાંતિ. સાથે જ શશિ થરૂરે કહ્યું કે કોર્ટના નિર્ણયના 24 કલાકની અંદર આ કાર્યવાહી અને તેની ઝડપ જોઈને હું સ્તબ્ધ છું. આ આપણા લોકતંત્ર માટે એક અશૂભ સંકેત છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ કરવી એ તાનાશાહીનું એક ઉદાહરણ છે. ભાજપે એ ન ભૂલવું જોઈએ કે તેઓએ ઈન્દિરા ગાંધી સામે પણ આ જ રીત અપનાવી હતી અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. રાહુલ ગાંધી દેશનો અવાજ છે, જે આ તાનાશાહી સામે હવે વધારે મજબુત થશે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, હિંસા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા, તેની પર ધ્યાન આપવાને બદલે ભાજપ સરકાર રાહુલ ગાંધી સામે દમનકારી પગલા લઇ રહી છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે જે લોકોએ દેશના પૈસા લૂંટ્યા, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો સવાલ ઉઠાવે છે તેમની સામે કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટ્રાચારીઓનું સમર્થન કરે છે? નીરવ મોદી કૌભાંડ 14,000 કરોડ, લલિત મોદી કૌભાંડ 425 કરોડ, મેહુલ ચોકસી કૌંભાંડ 13,500 કરોડ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે, સત્ય બોલવા પર કાર્યવાહી કરવામાં આવે છે. રાહુલ ગાંધીને સાચું બોલવાની સજા મળી છે. રાહુલ ગાંધી દેશની સચ્ચાઇ લોકો સામે લાવી રહ્યા છે, જે ભાજપને પસંદ નથી આવતું. તેમણે કહ્યું કે, અમે લડતા રહીશુ, લોકતંત્રની રક્ષા કરવા માટે ભલે અમારે જેલ જવું પડે, અમે તૈયાર છીએ.

RJD સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું કે તે કેટલું વિચિત્ર અને નિંદનીય છે. ભારતમાં લોકશાહી મરી ગઈ છે એવું હજુ પણ ન બોલો. વિપક્ષમાં રહેલા પક્ષોએ જોવું જોઈએ કે તે માત્ર 'કામ' વિશે નથી પરંતુ લડત લોકશાહીને પુનર્જીવિત કરવાની હોવી જોઈએ.

