મણિપુરમાં ફરી હિંસા, ચુરાચાંદપુર ગોળીબારના ધણધણાટથી ગુંજી ઉઠ્યો

મણિપુરનો મુદ્દો રસ્તાથી સંસદ સુધી છવાયેલો છે અને દેશના વિપક્ષો સંસદના ચોમાસું સત્રમાં હંગામો મચાવી રહ્યા છે અને PM મોદી સંસદમાં જવાબ આપે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે અને ચુરાચાંદપુરમાં ગોળીબારનો ધણધણાટ શરૂ થયો છે.

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે અહીંના ચુરાચંદપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ અહીંના થોરબુંગ વિસ્તારોમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે. હાલ આ ફાયરિંગમાં કેટલી જાનહાનિ થઇ છે તે જાણી શકાયું નથી. થોરબંગ વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર છે.

મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મૈતેય સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53ટકા વસ્તી મૈતેય સમાજની છે અને મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40 ટકા આદિવાસીઓ છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

મણિપુર હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી હોબાળો થઈ રહ્યો છે. 20 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર સતત સ્થગિત થઈ રહ્યું છે. વાસ્તવમાં વિરોધ પક્ષો મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. તે આ મામલે PM નરેન્દ્ર મોદીને જવાબ આપવાની માંગ પર અડી ગયા છે. આ મામલે PMને જવાબ આપવા માટે તેમણે 26 જુલાઈએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પણ આપી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.

જો કે આની પર ચર્ચા કરવા માટે આગામી સપ્તાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી વખતે સભાપતિ જગદીપ ધનખડની ખુરશી સામે પહોંચી ગયેલા AAP સાંસદ સંજય સિંહને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' એ ગુરુવારે એક મોટી બેઠક બોલાવી હતી. બેઠકમાં વિરોધ પક્ષોના સાંસદોકાળા કપડા પહેરીને આવ્યા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચા કરવાની મંજૂરી ન આપવા અને અને અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડા પહેરીને વિરોધ કર્યો હતો.

મણિપુરમાં 19 જુલાઈના રોજ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ હંગામો થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના 4 મેના રોજ બની હતી. આ ઘટનાની ફરિયાદ 18 મેના રોજ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે 21 જૂને કેસ નોંધ્યો હતો. આ ઘટના બાદ મોદી સરકાર અને બિરેન સિંહની સરકાર શંકાના દાયરામાં આવી ગઈ હતી. દબાણ હેઠળ, પોલીસે બે દિવસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. વિપક્ષ પીએમ મોદી, અમિત શાહ અને એન.બિરેન સિંહને મણિપુરમાં હિંસા રોકવામાં સક્ષમ ન હોવાનો આરોપ લગાવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.