- National
- એક્સિડન્ટે કપલને બનાવ્યા પતિ-પત્ની! હેરાન કરી દેશે આ લગ્ન
એક્સિડન્ટે કપલને બનાવ્યા પતિ-પત્ની! હેરાન કરી દેશે આ લગ્ન
બિહારના અરવલમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. તેની આખા જિલ્લામાં ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મી સ્ટાઇલમાં એક પ્રેમી કપલે હૉસ્પિટલને બેડ પર લગ્ન કર્યા. બંનેએ એક બીજાને માળા પહેરાવી અને વરરાજાએ દુલ્હનની સેંથામાં સિંદુર ભરાવ્યું. આ લગ્નમાં હૉસ્પિટલના કર્મચારી અને દર્દી સામેલ થયા હતા. ઠાકુર બિગહા ગામના રહેવાસી નીરજ કુમાર પોતાની પ્રેમિકા કૌશલ્યા કુમારીને બાઇક પર બેસાડીને બૈદરાબાદ ફરાવવા નીકળ્યો હતો. ઘરે પરત ફરવા દરમિયાન તેમની બાઇકનું કાર સાથે એક્સિડન્ટ થઇ ગયું.

આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા. ત્યારબાદ બંનેને સદર હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. આ દરમિયાન બંનેની પ્રેમી કહાનીની જાણકારી પરિવારજનોને પડી ગઇ. તેના પર બંનેના જ પરિવારજનો હૉસ્પિટલમાં પહોંચ્યા. બંનેની હાલત જોઇને પહેલા તો તેમની સારવાર કરાવી. ત્યારબાદ બંનેએ પરિવાર સામે જ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. ઉલ્લેખનીય છે કે, યુવક-યુવતી એક બીજાને પ્રેમ કરતા હતા અને પરિવારજનોને કહ્યા વિના છાનામાના મળતા હતા. બુધવારે સાંજે બંને એક બાઇક પર સવાર થઇને ફરી રહ્યા હતા.
ત્યારે જ તેમની બાઇક અકસ્માતનો શિકાર થઇ ગઇ. જો કે, પ્રેમી કપલે કલ્પના પણ કરી નહીં હોય કે અકસ્માત બાદ તેમના પરિવારજનો એવો નિર્ણય લેશે. બંનેના લગ્નના ખૂબ ચર્ચા થઇ રહ્યા છે. એક રિપોર્ટ મુજબ જ લગ્નની બધી વ્યવસ્થા પરિવારજનોએ કરી હતી. આ પ્રેમી કપલ છેલ્લા 2 વર્ષથી છાનામાના મળતા હતા. પ્રેમીમાંથી અચાનક પતિ બનેલા નીરજ અને કૌશલ્ય ખૂબ ખુશ છે. જિલ્લાની સૌથી મોટી સદર હૉસ્પિટલમાં આ અનોખા લગ્ન જોવા દર્દીઓથી લઇને પરિવારજનો એકત્ર થઇ ગયા અને ઇમરજન્સી વોર્ડમાં બંનેએ લગ્ન કરી લીધા.

લગ્નના ગીત સાથે બંને પોતાના ઘરે પાછા જતા રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, નીરજ ઇન્ટરમીડિએટની પરીક્ષા આપવા માટે ગુરુવારે ઇટાવાથી પરીક્ષા કેન્દ્ર પર ગયો હતો, પરંતુ લગ્ન ન થવાથી બંને પ્રેમી કપલે અકસ્માતનું બહાનું બનાવ્યું. જો કે, એક્સિડન્ટના ક્રમમાં પ્રેમિકા કૌશલ્યાના પગમાં ઇજા વધારે આવી. તો નીરજને પણ ઘણી ઇજા થઇ છે. હાલમાં ઇમરજન્સી વોર્ડમાં પ્રેમી જોડાની સારવાર ડૉક્ટરોની દેખરેખમાં કરાવવામાં આવી રહી છે. નીરજ ઔરંગાબાદ જિલ્લાના ઠાકુર ગાવાનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

