રાહુલ ગાંધીને રિપોર્ટરે પૂછ્યું તમે જેકેટ પહેરી લીધું, નેતાએ આપ્યું રીએક્શન

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 20 જાન્યુઆરીના રોજ જમ્મુ-કશ્મીરના કઠુઆથી શરૂ થઈ છે. આ દરમિયાન સામાન્ય વરસાદમાં કાળો જેકેટ પહેરીને રાહુલ ગાંધીએ સવારે ભારે ભીડ સાથે જમ્મુ-કશ્મીરના કઠુઆથી પદયાત્રા શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીરની ઠંડીમાં આજે રાહુલ ગાંધી જેકેટ પહેરીન નજરે પડ્યા. આ દરમિયાન એક રિપોર્ટરે તેમને સવાલ કર્યો કે તમે જેકેટ પહેરીને છો, શું તમને ઠંડી લાગી રહી છે?

કાઠુઆમાં ભારત જોડો યાત્રા દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન એક રિપોર્ટરે રાહુલ ગાંધીને જેકેટ પહેરવા આ ઠંડીને લઈને સવાલ કર્યો, જેનો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોઈ જવાબ ન આપ્યો. રિપોર્ટરે ત્રણ વખત પૂછ્યું કે શું તમને ઠંડી લાગી રહી છે? પરંતુ રાહુલ ગાંધીએ કોઈ જવાબ ન આપ્યો. વારંવાર સવાલ રીપિટ કરવા પર સુરક્ષાકર્મીઓએ રિપોર્ટરને સાઇડ પર કરી દીધો. શિવસેના (ઉદ્ધવ ઠાકરે ગ્રુપ UBT)ના સાંસદ સંજય રાઉત પણ ભારત યાત્રામાં સામેલ થયા.

શિવસેનાના નેતાએ કહ્યું કે, ‘હું શિવસેના તરફથી આવ્યો છું. દેશનો માહોલ બદલાઈ રહ્યો છે અને હું રાહુલ ગાંધીને અવાજ ઉઠાવનારા નેતાની જેમ જોઉ છું. તેમના સમર્થનમાં ભીડ ઉમટી રહી છે અને લોકો ભેગા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઠંડીમાં જેકેટ ન પહેરવા અને ટીશર્ટમાં ફરવા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ટી-શર્ટને લઈને એટલે હોબાળો કેમ? હું સ્વેટર પહેરતો નથી કેમ કે મને ઠંડીથી ડર નથી લાગતો. ઠંડી લાગ્યા બાદ હું સ્વેટર પહેરવાનું વિચારી રહ્યો છું.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ‘હું ભારત જોડો યાત્રામાં ટીશર્ટ પહેરીને ચાલુ છું. યાત્રામાં મારી સાથે ગરીબ ખેડૂત મજૂરોના ઘણાં બાળકો ફાટેલા કપડાં પહેરીને ચાલે છે, પરંતુ મીડિયા એ નથી પૂછતી કે ઠંડીના વાતાવરણમાં ગરીબ ખેડૂતો અને મજૂરોના બાળકો સ્વેટર/જેકેટ વિના કેમ ફરી રહ્યા છે. તો રાહુલ ગાંધીના જેકેટ ન પહેરવા પર કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અલૌકિક છે. જ્યારે આપણે ઠંડીમાં ધ્રુજી રહ્યા છીએ અને જેકેટ પહેરી રહ્યા છીય તો તેઓ ટી-શર્ટમાં ભારત જોડો યાત્રા માટે બહાર જઇ રહ્યા છે. તેઓ એક યોગીની જેમ છે જે પોતાની તપસ્યા ધ્યાનથી કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.