US અબજપતિ જ્યોર્જ સોરોસ PM મોદી વિશે એવું શું બોલ્યા કે કોંગ્રેસ-BJP બંને ભડકી

અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ દ્વારા PM નરેન્દ્ર મોદી પર કરાયેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વળતો પ્રહાર કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે વિદેશી ધરતી પરથી ભારતીય લોકતાંત્રિક માળખાને હલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યોર્જ સોરોસે ભારતના લોકતંત્રમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે અને PM નરેન્દ્ર મોદી તેમના નિશાના પર છે. આજે દેશની જનતાએ એક નાગરિક હોવાના નાતે આ વિદેશી તાકતને કોલ કરીને જવાબ આપવો જોઈએ. બીજી તરફ કોંગ્રેસે પણ આ મુદ્દે જ્યોર્જ સોરોસ પર નિશાન સાધ્યું હતું.

ખરેખર, જ્યોર્જ સોરોસે તાજેતરમાં અદાણી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી આ મુદ્દે શાંત છે. પરંતુ તેમણે વિદેશી રોકાણકારો અને સંસદમાં પ્રશ્નોના જવાબ આપવા પડશે. સોરોસ મ્યુનિક સુરક્ષા પરિષદમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે તે ભારતની સંઘીય સરકાર પરની PM નરેન્દ્ર મોદીની પકડને નોંધપાત્ર રીતે નબળી પાડશે અને ખૂબ જ જરૂરી સંસ્થાકીય સુધારાઓને આગળ ધપાવવાનો દરવાજો ખોલશે. તેમણે કહ્યું હતું કે, મને આશા છે કે, ભારતમાં એક લોકતાંત્રિક પરિવર્તન આવશે.

સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસ પર પ્રહાર કરતા કહ્યું કે, ઈંગ્લેન્ડની બેન્કને તોડી હતી,  એક એવો વ્યક્તિ, કે જેને આર્થિક યુદ્ધ ગુનેગાર તરીકેનું નામ આપવામાં આવ્યું છે, તેણે હવે ભારતીય લોકશાહી તોડવાનું એલાન કર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે, તેઓ PM નરેન્દ્ર મોદીને તેમની લડાઈનો મુખ્ય મુદ્દો બનાવશે. તેમણે જાહેરાત કરી છે કે, તેઓ તેમની વિદેશી સત્તા હેઠળ ભારતમાં એક એવી વ્યવસ્થા બનાવશે, જે ભારત નહીં, પરંતુ તેમના હિતોનું રક્ષણ કરશે.

ઈરાનીએ કહ્યું કે, આજે એક નાગરિક તરીકે હું દેશની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે, એક વિદેશી શક્તિ છે જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ નામનો વ્યક્તિ છે. તેણે જાહેરાત કરી છે કે, તે ભારતના લોકતાંત્રિક માળખાને નુકસાન પહોંચાડશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે આપણે જ્યોર્જ સોરોસને સર્વસંમત જવાબ આપવો જોઈએ કે, લોકતાંત્રિક સંજોગોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા PM નરેન્દ્ર મોદી આવા ખોટા ઈરાદાઓ સામે ઝૂકશે નહીં. અમે ભૂતકાળમાં પણ આવી વિદેશી તાકાતોને હરાવી છે, અને આગળ ભવિષ્યમાં પણ હરાવીશું.

બીજી તરફ કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આ મુદ્દે જ્યોર્જ સોરોસને ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીને સંડોવતા અદાણી કૌભાંડ ભારતમાં લોકતાંત્રિક પુનરુત્થાનની શરૂઆત કરે છે કે નહીં, તે સંપૂર્ણપણે કોંગ્રેસ, વિપક્ષ તથા અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. તેને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી નહેરુવંશીય પરંપરા સુનિશ્ચિત કરે છે કે, તેમના જેવા લોકો અમારા ચૂંટણી પરિણામો નક્કી ન કરી શકે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.