કેરળમાં 'જય હિંદ' પર વિવાદ, BJPએ કહ્યું- 'આ ભયની સંસ્કૃતિ છે...'

તાજેતરમાં, કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, અને શપથ ગ્રહણ સમારોહમાં કંઇક એવું બન્યું કે, જેના કારણે રાજકીય વિવાદ ઉભો થઇ ગયો હતો. કેરળના એક કાઉન્સિલરે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન 'જય હિંદ' બોલ્યા પછી માફી માંગી હતી. તેમના આ માફી માંગવાને કારણે BJP ગુસ્સે થઇ હતી, અને કેરળ BJP પ્રમુખે તેની ટીકા કરતા કહ્યું હતું કે, આ ભયની સંસ્કૃતિ છે, જ્યાં દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા પર પણ સજા કરવામાં આવે છે અને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે.

Kerala-BJP1
indiatoday.in

રાજધાની તિરુવનંતપુરમના કુરાક્કન્ની વોર્ડમાંથી જીતેલી અખિલા GS શપથ લીધા પછી તેની ઉજવણી કરી રહ્યા હતા અને ઉત્સાહમાં આવીને 'જય હિંદ' બોલાઈ ગયું હતું. જોકે, આવું બોલ્યા પછી તે પરેશાન થઇ ગઈ હતી, ત્યારપછી CPMના નેતૃત્વ હેઠળના ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટના કાર્યકરોએ તેમને દિલાસો આપ્યો, જેમણે કહ્યું કે, આ નારાનો ઉપયોગ દેશને પ્રેમ કરનાર કોઈપણ વ્યક્તિ કરી શકે છે.

માફી માંગ્યા પછી, કેરળમાં રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, એક ચૂંટાયેલા LDF કાઉન્સિલરે બંધારણનું રક્ષણ અને સમર્થન કરવા માટે શપથ લીધા પછી તરત જ 'જય હિંદ' કહેવા બદલ માફી માંગી હતી. આને સમજી લો, આ ભયની સંસ્કૃતિ છે, જે ડાબેરીઓ દ્વારા બનાવવામાં આવેલી છે. જ્યાં દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા પર પણ સજા, ધમકી અને જાહેરમાં અપમાન કરવામાં આવે છે. CPM અને તેના INDI ભાગીદાર, કોંગ્રેસ, અન્ય લોકોને 'સહિષ્ણુતા' પર ભાષણ આપે છે અને BJPને અસહિષ્ણુ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Kerala-BJP2
thehawk.in

પરંતુ INDIની સહિષ્ણુતા નીતિ ત્યાં જ સમાપ્ત થાય છે, જ્યાં દેશભક્તિ શરૂ થાય છે. મારો તે કાઉન્સિલર અને દરેક મલયાલીને આ જ સંદેશ છે, આપણા દેશને પ્રેમ કરવા બદલ ક્યારેય માફી ન માગો, ભારત પર ગર્વ કરો. અહીં તમને જણાવી દઈએ કે, 'જય હિંદ' અને 'વંદે માતરમ' છેલ્લા કેટલાક અઠવાડિયાથી હેડલાઇન્સમાં છવાયેલું છે. ગયા અઠવાડિયે સમાપ્ત થયેલા શિયાળુ સત્રમાં સંસદમાં ગરમાગરમ ચર્ચા થઈ હતી, જેમાં BJPએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, જવાહરલાલ નેહરુએ મુસ્લિમોને ખુશ કરવા માટે કેટલીક લાઈનો હટાવી લીધી હતી. ત્યાર પછી જ આના પર રાજકીય તોફાન શરૂ થયું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત

હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં અમરેલી 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું...
Gujarat 
ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત

વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...

‘કહેવાય છે ને પ્રેમ તો આંધળો હોય છે, ગમે તેની સાથે ગમે ત્યારે થઈ શકે છે’, પરંતુ...
Gujarat 
વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...

સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

ઉત્તરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને પરંપરાનો તહેવાર છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈને અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ...
Gujarat 
સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર...
National 
જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.