- National
- OLA કેબ દ્વારા વિધાનસભા પહોંચ્યા ભાજપના ધારાસભ્ય, કહ્યું- રસ્તા પર પાણી વહી રહ્યું છે અને મારી પાસે
OLA કેબ દ્વારા વિધાનસભા પહોંચ્યા ભાજપના ધારાસભ્ય, કહ્યું- રસ્તા પર પાણી વહી રહ્યું છે અને મારી પાસે હોડી નથી
ચોમાસું ફરી એકવાર મધ્યપ્રદેશ પર મહેરબાન થયું છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. તો વરસાદને કારણે રસ્તાઓની બગડતી હાલત અંગે ઘણી રાજનીતિ ચાલી રહી છે. શાસક પક્ષના ધારાસભ્ય પ્રતિમ સિંહ લોધીએ આ અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. ભાજપના ધારાસભ્ય લોધી આજે ઓલા ટેક્સી દ્વારા વિધાનસભા પહોંચ્યા હતા.
દિગ્વિજયના સમયમાં ઓમ પુરી જેવા હતા રસ્તાઓ
ભાજપ ધારાસભ્યએ મધ્યપ્રદેશના રસ્તાઓની તુલના બોલિવૂડના દિવંગત અભિનેતા ઓમ પુરી અને અભિનેત્રી શ્રીદેવી સાથે કરી. તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહના સમયમાં રસ્તાઓ ઓમ પુરી જેવા હતા, અમારા સમયમાં તે શ્રીદેવી જેવા બની ગયા છે. તેઓ ભોપાલમાં રસ્તાઓ પર પાણી ભરાવા, ઓલા કાર, ભારે વરસાદ અને ભગવાન ઇન્દ્ર પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
ઓલા કેબમાં કેમ આવ્યા ભાજપના ધારાસભ્ય ?
ઓલા કેબમાં આવવાનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે ભગવાન ઇન્દ્ર અત્યારે ગુસ્સે છે, ભારે વરસાદ પડી રહ્યો છે અને રસ્તાઓ વોટર પાર્ક બની ગયા છે. હોડી તો નથી કે તરીને આવી શકીએ, મારી પાસે એક નાની કાર છે. નાની કારમાં આવી શકતો ન હતો, તેથી મારે ઓલા દ્વારા આવવું પડ્યું. ભાજપના અન્ય ધારાસભ્યો પાસે મોટી કાર હોવાના પ્રશ્ન પર, લોધીએ કહ્યું કે તેઓ અમારા મિત્રો છે. ભાજપના ધારાસભ્યો ભ્રષ્ટાચારમાં ભાગ લેતા નથી. કોંગ્રેસના ધારાસભ્યો ભ્રષ્ટાચારમાં ભાગ લે છે, તેથી તેમની પાસે મોટી કાર છે.

