- National
- યુવકને કરિયાવરમાં મળ્યા 15 કરોડ, 210 વીઘા જમીન અને પેટ્રોલ પંપ; વીડિયો વાયરલ
યુવકને કરિયાવરમાં મળ્યા 15 કરોડ, 210 વીઘા જમીન અને પેટ્રોલ પંપ; વીડિયો વાયરલ
આપણા સમાજમાં લગ્ન પ્રસંગે કરિયાવર આપવાની અને લેવાની પરંપરા ખૂબ જૂની છે. ભલે લોકો તેને ખોટું કહેતા હોય અને કાયદો પણ તેની વિરુદ્ધ હોય, પરંતુ હકીકત એ છે કે આજે પણ આ કૂપ્રથા મોટા પાયે જોવા મળે છે. બધા જાણે છે કે કરિયાવર કન્યાના પિતા અને તેના પરિવાર માટે ભારે બોજ બની જાય છે. તેમ છતા લોકો તેને છોડવા તૈયાર નથી થતા. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોએ આ મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. આ વીડિયોમાં બતાવવામાં આવેલા કરિયાવરને જોઈને લોકો હેરાન છે અને સોશિયલ મીડિયા પર ભારે બહેસ છેડાઈ ગઈ છે. તો આજના સમાચારમાં અમે તમને આ વીડિયો બાબતે વિસ્તારથી બતાવવા જઈ રહ્યા છીએ.
વીડિયોમાં વરરાજાને એટલું બધું કરિયાવર આપવામાં આવ્યું હતું કે તે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. તેમાં આપવામાં આવેલો સામાન અને પૈસાની લિસ્ટ એટલી મોટી છે કે તેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ. ઘણા લોકો મજાકમાં કહી રહ્યા છે કે આ કરિયાવર બાદ, વરરાજાને જીવનભર કામ કરવાની જરૂર નથી. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે કે આટલું મોટું કરિયાવર કોણ લે છે.
https://twitter.com/Shizukahuji/status/1958032139045503364
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ માઈક લઈને બધા સામે વરરાજાને મળેલા કરિયાવરની માહિતી આપી રહ્યો છે. તેના મતે, લગ્નમાં વરરાજાને 210 વીઘા જમીન આપવામાં આવી છે. તેની સાથે જ એક પેટ્રોલ પંપ, 15 કરોડ 65 લાખ રૂપિયા રોકડા અને 3 કિલો ચાંદી પણ કરિયાવરમાં શામેલ છે. જ્યારે રોકડ રકમની જાહેરાત કરવામાં આવી, ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો જ નહીં, પરંતુ પાછળથી વીડિયો જોનારા યુઝર્સ પણ સ્તબ્ધ થઈ ગયા. આ બધું સાંભળીને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે.
આ વીડિયોને X પર @Shizukahuji નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખવા સુધીમાં હજારો લોકોએ તેને જોઈ ચૂક્યા હતા અને કોમેન્ટ સેક્શનમાં જાત-જાતની પ્રતિક્રિયાઓ આવી રહી હતી. એક યુઝરે ગુસ્સામાં લખ્યું કે, ‘શું તેની અંદર આત્મસન્માન અને સંસ્કાર નામની કોઈ વસ્તુ બચી છે કે નથી, જે આટલું મોટું કરિયાવર લઈ રહ્યો છે?’
અન્ય એક યુઝરે સવાલ ઉઠાવતા લખ્યું કે, ‘આટલું બધું આપવા અગાઉ છોકરીના પરિવારે એ પણ વિચારવું જોઈએ કે તેઓ તેમની પુત્રીના લગ્ન ક્યાં કરાવી રહ્યા છે.’ એજ જ રીતે અન્ય એક યુઝરે ટોણો મારતા કહ્યું કે, ‘જો આટલું મોટું કરિયાવર જોઈએ છે, તો પછી તમે ગરીબ પરિવારમાં લગ્ન કેમ કરી રહ્યા છો?’ આ વીડિયો ન માત્ર લોકોને ચોંકાવી રહ્યો છે, પરંતુ ફરી એક વખત સમાજમાં કરિયાવર પ્રથા પર ગંભીર સવાલ ઉભા કરી રહ્યો છે. જ્યારે લોકો ખુલ્લેઆમ આટલું મોટું કરિયાવરનો દેખાડો કરશે તો સમાજમાં ખોટો સંદેશ જશે અને કરિયાવર પ્રથા ખતમ થવાને બદલે તે વધુ મજબૂત થશે.

