- National
- મોદી કેબિનેટે 2 મોટા ઇન્ફ્રા પ્રોજેકટને આપી મંજૂરી, 10000 કરોડ રૂપિયાનો થશે ખર્ચ
મોદી કેબિનેટે 2 મોટા ઇન્ફ્રા પ્રોજેકટને આપી મંજૂરી, 10000 કરોડ રૂપિયાનો થશે ખર્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે 2 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે. માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટે રાજસ્થાનમાં એરપોર્ટ અને ઓડિશામાં રિંગ રોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ બંને પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બંને પ્રોજેક્ટની સાઇઝ લગભગ 10 હજાર કરોડ રૂપિયા છે.
ઓડિશામાં 6 લેન રિંગ રોડ 110.875 કિમી લાંબો હશે, જેના માટે કુલ 8307.74 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ભારતના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ્સમાંથી એક છે, જેને કેબિનેટે મંજૂરી આપી છે. કેબિનેટનો આ નિર્ણય ઓડિશા માટે મોટી રાહત હશે. સાથે જ, પરિવહનની સુવિધા સરળ થઈ જશે, જેનાથી બિઝનેસ કરનારાઓ માટે પણ ફાયદાકારક રહેશે અને દેશની આર્થિક સ્થિતિ મજબૂત થશે.
https://twitter.com/AshwiniVaishnaw/status/1957756568419856411
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનમાં કોટા બુંદી એરપોર્ટને લઈને પણ પ્રોજેક્ટની પણ જાહેરાત કરી. માહિતી અનુસાર, કેબિનેટે અહીં ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપી છે. યોજના અનુસાર, અહીં 3200 મીટર લાંબો રનવે બનાવવામાં આવશે. આ એરપોર્ટ 1089 એકર જમીનમાં ફેલાયેલું હશે. આ એરપોર્ટ પૂર્ણ થયા બાદ લગભગ 20 લાખ મુસાફરોની અવરજવર થશે. આ એરપોર્ટ માટે 1507 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, જમીનની ઓળખ કરી લેવામાં આવી છે અને હવે કામ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વર્ષ 2014-2024 સુધીમાં દેશમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા 74થી વધીને 162 થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ બીજો પ્રોજેક્ટ કટક અને ભુવનેશ્વર માટે રિંગ રોડ છે. તેની કિંમત 8307 કરોડ રૂપિયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, ભુવનેશ્વર અને કટક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16ની નજીક હોવાને કારણે ટ્રાફિકનો ભાર છે. આ ભારણ ઘટાડવા માટે રિંગ રોડની સતત માગ કરવામાં આવી રહી હતી. હવે 6 લેન રિંગ રોડને મંજૂરી આપવામાં આવી છે. તેને પૂર્ણ થવામાં લગભગ 2.5 વર્ષ લાગી શકે છે.

