ભારતના આ રાજયમાં કચરો આપીને મળે છે ખાવાનું, ખૂબ જ અનોખુ છે કાફે

આપણે ઘણીવાર પાણી પીધા બાદ પ્લાસ્ટિકની બોટલો રસ્તા પર, પાર્કમાં અને અહીં-ત્યાં બેદરકારીથી ફેંકી દઈએ છીએ. ત્યારબાદ કચરો ઉપાડનારાઓ આ કચરો ઉપાડીને લઈ જાય છે. આ વાત ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ છત્તીસગઢમાં સ્થિત અંબિકાપુર શહેરના એક કાફે દ્વારા આ સામાન્ય વાતને એક મહાન વિચારમાં પરિવર્તિત કરવામાં આવી છે. જ્યાં લોકોને પ્લાસ્ટિકના કચરાના બદલામાં મફત ખાવાનું મળે છે. હા તમે પણ આ સાંભળીને હેરાન જરૂર થયા હશો. તો ચાલો તમને આ કાફેની અનોખી પહેલ બાબતે જણાવીએ.

છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં સ્થિત આ કાફે ગાર્બેજ કાફે તરીકે પ્રખ્યાત છે. વાસ્તવમાં આ પહેલ વર્ષ 2019માં અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારતનો વિચાર સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કાફેનો ઉદ્દેશ્ય પર્યાવરણને સ્વચ્છ બનાવવા અને બેઘર તેમજ ગરીબોને ખોરાક પૂરો પાડવાનો છે.

Cafe1
indiatoday.in

કચરાના બદલામાં કેવી રીતે મળે છે ખાવાનું

આ કાફેમાં, એક કિલો (1000 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર પૌષ્ટિક અને ભરપેટ ખાવાનું (થાળી) આપવામાં આવે છે.

અડધો કિલો (500 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર વડાપાંવ કે સમોસા જેવો સવારનો નાસ્તો આપવામાં આવે છે.

આ કાફે બધા વચચ્હે લાઈમલાઇટ મેળવી રહ્યું છે. આ કાફેની અનોખી પહેલથી એકસાથે 2 સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે.

પર્યાવરણનું રક્ષણ: આ કાફેના આ પગલાથી હવે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટિકને સરળતાથી એકત્રિત કરી શકાય છે અને પછી રિસાયક્લિંગ માટે મોકલી શકાય છે. ઉપરાંત, આ પહેલથી અંબિકાપુરમાં સ્થિત કચરાના ઢગલા ઘટાડવામાં મદદ મળી છે અને પર્યાવરણને સ્વચ્છ બનાવ્યું છે.

 

ભૂખની સમસ્યા દૂર કરવી: ગરીબીને કારણે ઘણા દિવસો સુધી ભૂખ્યા પેટે ઊંઘતા અને કચરો ઉપાડીને જીવવાનો પ્રયાસ કરતા લોકો માટે આ કાફે કોઈ ચમત્કારથી ઓછું નથી.

અંબિકાપુરનું આ ગાર્બેજ કાફે ખરેખર એક નવી વિચારસરણી અને જન કલ્યાણ માટે એક ઉમદા પગલું છે. તે એ પણ બતાવે છે કે જો ઇરાદો સાચો હોય તો રસ્તો આપમેળે બને છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.