- National
- હલવાઇ પતિ પસંદ ન હતો, બિયર પીવડાવી પ્રેમી સાથે મળી પૂરો કરી દીધો
હલવાઇ પતિ પસંદ ન હતો, બિયર પીવડાવી પ્રેમી સાથે મળી પૂરો કરી દીધો
યુવતીને તેનો હલવાઈ પતિ પસંદ નહોતો. તેણે પ્રેમીને તેના પતિની હત્યા કરવાનું કહી દીધું. પ્રેમીએ પતિ જમ્મનના માથા પર ગોળી મારી દીધી. પોલીસની તપાસમાં પત્નીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આગ્રાના ખેરાગઢ પોલીસે પત્ની ભૂદેવી, પ્રેમી પ્રિયંકેશ અને તેનો સાથી છોટુની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશના આગ્રામાં પત્નીએ પતિની હત્યા કરાવી નાંખી. પરંતુ, આ ઘટના પાછળનું કારણ વધુ ચોંકાવનારું છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવક વ્યવસાયે હલવાઈનો ધંધો કરતો હતો. તેની પત્નીને તેનું કામ પસંદ ન હતું. આ સાથે તે તેની પત્નીના પ્રેમસંબંધમાં પણ અડચણરૂપ બની રહ્યો હતો.

આથી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરાવી નાંખી. ખેરાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાંથી 22 વર્ષીય ઝમ્મન નામના યુવકની લાશ મળી આવી હતી. આ કેસની તપાસ કર્યા બાદ પોલીસે આ ઘટનામાં સામેલ પત્ની, પ્રેમી અને અન્ય યુવકની ધરપકડ કરી છે.
ઝમ્મનની હત્યા માથામાં ગોળી મારીને કરવામાં આવી હતી. પીડિતાના પરિવારે 24 ડિસેમ્બરે બનેલી ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ઝમ્મનની હત્યાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યારથી પોલીસ આ કેસની તપાસમાં લાગેલી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન ઝમ્મનની પત્ની ભૂદેવીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. દરેક વખતે પૂછપરછ દરમિયાન તેના નિવેદનમાં તફાવત જોવા મળ્યો હતો. કડકાઈથી તેની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર સત્ય સામે આવ્યું હતું.
આરોપી પત્ની ભૂદેવીએ પોલીસને જણાવ્યું હતું કે, પ્રેમી પ્રિયંકેશે તેના મિત્ર છોટુ સાથે મળીને તેના પતિ ઝમ્મનને ગોળી મારી હતી. આરોપી પત્નીના નિવેદનના આધારે પોલીસે પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, ભૂદેવીના લગ્ન છ મહિના પહેલા જ ઝમ્મન સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ પણ ભૂદેવીનું પ્રિયંકેશ સાથે પ્રેમસંબંધ ચાલતો હતો.
પતિ ઝમ્મન હલવાઈનો વેપાર કરતો હતો. ભૂદેવીને તેમનું આ કામ પસન્દ નહોતું. અહીંયા પણ તે સતત પ્રિયંકેશ સાથે સંપર્કમાં હતી. ત્યારબાદ બંનેએ મળીને ઝમ્મનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની રાત્રે પ્રિયંકેશ અને તેના સાથી છોટુએ ઝમ્મનને મળવા બોલાવ્યો હતો. પછી બધાએ બેસીને બીયર પીધી. પ્રિયંકેશે ઝમ્મનને વધારે બીયર પીવડાવી દીધો. જેના કારણે તેને વધુ નશો ચડી ગયો હતો. ત્યારબાદ પ્રિયંકેશે ખેરાગઢના જંગલમાં લઈ ગયા બાદ ઝમ્મનને માથામાં ગોળી મારી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આગ્રા પશ્ચિમના ડેપ્યુટી પોલીસ કમિશનરનું કહેવું છે કે યુવકની હત્યાના આરોપમાં ભૂદેવી, પ્રિયંકેશ અને છોટુની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ઘટનામાં વપરાયેલી પિસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા છે. તમામ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

