- National
- શું રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી શકે? કલમ 143 શું છે?
શું રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી શકે? કલમ 143 શું છે?

ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટે બાર એસોસિયેશનના પ્રમુખ આદિશ અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખ્યો હતો. આદેશ અગ્રવાલે આ પત્રમાં આર્ટિકલ 143 પ્રેસિડન્શીયલ રેફરન્સ હેઠળ સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટવા વિશે લખ્યું હતું.
ત્યારે સવાલ એ છે કે શું ખરેખર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ઇલેક્ટોરલ બોન્ડના ચુકાદાને પલટી શકે? આર્ટિકલ 143માં એવું છે કે જ્યારે દેશના રાષ્ટ્રપતિને એવું લાગે કે કાયદો અથવા હકિકતમાં કોઇ પ્રશ્ન ઉદભવ્યો હોય અથવા ઉદભવે તેવી સંભાવના હોય તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સાથે પરામર્શ કરી શકે છે અને સવાલ મોકલી શકે છે. પરંતુ રાષ્ટ્રપતિના સવાલનો જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટ બાધિત નથી. મતલબ કે સુપ્રીમ કોર્ટને જવાબ આપવા જેવું લાગે તો જ આપે. એ જ રીતે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને સવાલ મોકલે તો રાષ્ટ્રપતિ પણ જવાબ આપવા માટે બાધિત નથી. મતલબ કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી શકે નહીં.