કેન્દ્ર સરકારે પાછલા 5 વર્ષોમાં 7 શહેરો અને નગરોના નામ બદલ્યા

નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણેય ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિંદીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.

કેન્દ્રએ પાછલા પાંચ વર્ષોમાં અલ્હાબાદ સહિત સાત શહેર અને નગરોના નામ બદલવાની મંજૂરી આપી છે. અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણ ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.

આ એ શહેર અને નગરો છે જેના નામ બદલવામાં આવ્યાં

નિત્યાનંદ રાયે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા 15 ડિસેમ્બર,2018 એ અનાપત્તિ  પ્રમાણપત્ર(NOC) આપવામાં આવ્યું. તેના પ્રમાણે આંધ્રપ્રદેશના રાજમુંદરી શહેરનું નામ રાજા મહંદ્રવરમ કરવા, ઝારખંડમાં નગર ઉંટારીનું નામ શ્રી બંશીધર નગર કરવા પણ 2018 માં મંજૂરી આપવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે મધ્યપ્રદેશના બીરસિંહપુર પાલીને માં બિરાસિની ધામ(2018), હોશંગાબાનું નામ નર્મદાપુરમ(2021) કરવા અને બાબઈનું નામ માખન નગર કરવાની(2021) મંજૂરી આપવામાં આવી. 2022 માં પંજાબના શહેરનું નામ શ્રી હરગોબિંદરપુરથી બદલીને શ્રી હરગોબિંદરપુર સાહિબ કરવામાં આવ્યું છે.

પાછલા ત્રણ વર્ષમાં 3.92 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી

સરકારે મંગળવારે લોકસભાને જણાવ્યું કે પાછલા ત્રણ વર્ષમાં 3,92,643 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી તથા સૌથી વધુ ભારતીયોને અમેરિકાએ નાગરિકતા આપી. લોકસભામાં હાજી ફજલપુર રહમાનના પ્રશ્વનો લેખિત ઉત્તરની સાથે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા જાહેર આંકડાઓથી આ જાણકારી મળી છે. સદસ્યે વર્ષ 2019થી ચાલુ વર્ષ દરમિયાન નાગરિકતા છોડનાર ભારતીયો વિશે જાણકારી માંગી હતી.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સદનમાં રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2019 થી વર્ષ 2021 દરમિયાન નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા 3,92,643 હતી. જેમાં વર્ષ 2019 માં 1,44,017 ભારતીયોએ નાગરિકતા છોડી, જ્યારે વર્ષ 2020 માં 85,256 ભારતીયો અને વર્ષ 2021 માં 1,63,370 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી હતી.ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) ના સાંસદ સઈદા અહમદે સમગ્ર દેશમાં શહેરોના નામ બદલવાની મંજૂરી મેળવવા, હેરિટેજ સ્થળોના નામ બદલવા માટે ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત વિગતો અને દરખાસ્તોની સંખ્યાઅને સરકારે તેના માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. શ્રી રાયે જવાબ આપ્યો હતો કે એમએચએ પાસે હેરિટેજ સ્થાનોના નામ બદલવા માટે આવી કોઈ માર્ગદર્શિકા નથી.

Related Posts

Top News

યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
Tech and Auto 
યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.