- National
- ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહી દીધું- કોર્ટ ન આપી શકે SIR કરાવવાનો આદેશ’, ECએ દાખલ કર્યું જવાબી સોગ...
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહી દીધું- કોર્ટ ન આપી શકે SIR કરાવવાનો આદેશ’, ECએ દાખલ કર્યું જવાબી સોગંધનામું
ચૂંટણીઓ અગાઉ મતદાર યાદીના SIRના મામલે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જવાબી સોગંદનામું દાખલ કર્યું છે. પંચે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે દેશભરમાં સંસદીય, વિધાનસભા અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અગાઉ સમયબદ્ધ રીતે SIR કરાવવાના નિર્દેશો માગતી PIL રદ કરવામાં આવે.
ચૂંટણી પંચે પોતાના સોગંદનામામાં કહ્યું કે, દેશભરમાં તબક્કાવાર SIR કરાવવાનો નિર્ણય લેવો ચૂંટણી પંચનો બંધારણીય વિશેષાધિકાર છે. તો કોર્ટ આ રીતે SIRનો આદેશ નહીં આપી શકે. જો કોર્ટ આવો આદેશ આપે છે, તો તે ચૂંટણી પંચના બંધારણીય અધિકારક્ષેત્ર પર અતિક્રમણ સમાન હશે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજીને પૂરી રીતે રદ કરવાનો આગ્રહ કર્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન, અરજદાર વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે આ બિહાર મતદાર યાદી સાથે જોડાયેલો કેસ છે.
અરજીમાં શું માંગ કરવામાં આવી હતી?
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અગાઉ 'મતદાર યાદીઓનું SIRના નિર્દેશની માગ કરવામાં આવી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે માત્ર ભારતીય નાગરિક જ રાજનીતિ અને દેશની નીતિ નક્કી કરે, ગેરકાયદેસર વિદેશી ઘુસણખોરો નહીં.
આગામી થોડા મહિનાઓ બાદ બિહારમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પ્રક્રિયા મુજબ ત્યાં મતદાર યાદીનું SIR ચાલી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ તેનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટમાં 6થી વધુ અરજીઓ દાખલ કરી છે. SIR વિરુદ્ધ અરજીઓ દાખલ કરનારાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, RJD, PUCL, કોંગ્રેસ વગેરેનો સમાવેશ થાય છે.

