- National
- ભરબજારમાં છોકરીઓના બે ગ્રુપ વચ્ચે થઈ મારામારી, જુઓ વીડિયો
ભરબજારમાં છોકરીઓના બે ગ્રુપ વચ્ચે થઈ મારામારી, જુઓ વીડિયો

છત્તીસગઢ બૈકુંઠપૂર જિલ્લાથી એક વીડિયો વાયરલ થયો છે. અહીં ભરબજારમાં કેટલીક છોકરીઓ એક-બીજા સાથે મારામારી કરી રહી છે. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોએ આ લડાઈ રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓ ન માની અને એક બીજાના વાળ ખેચીને મારામારી કરતી રહી. આ ઘટના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની બતાવવામાં આવી રહી છે. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. છોકરીઓ વચ્ચે કઇ વાતને લઈને મારામારી થઈ એ વાતનો ખુલાસો થયો નથી, પરંતુ વિસ્તારમાં છોકરીઓ વચ્ચે થયેલી આ મારામારીની ઘટના ચર્ચાનો વિષય બની છે.
કહેવામાં આવી રહ્યું છે કે, છોકરીઓ વચ્ચે મારામારીની ઘટના બજારપારા પેલેસ રોડ હનુમાન મંદિર સામે થઈ. પહેલા છોકરીઓ વચ્ચે બહેશ શરૂ થઈ અને પછી વાત મારામારી સુધી પહોંચી ગઈ. છોકરીઓએ એક બીજા પર જોરદાર લાત ઘૂસા વરસાવ્યા, સાથે જ ખતરનાક ગંદી ગંદી ગાળો પણ આપી. છોકરીઓને એવી રીતે મારામારી કરતી જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા. તો આ ઘટના પર પોલીસનું કહેવું છે કે, છોકરીઓની મારામારીનો એક વીડિયો તેમના ધ્યાનમાં આવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
CG Girls Fighting On Road: सड़क पर ही कर दिया पापा की परियों ने बवाल, मार्केट में जमकर चले लात-घूंसे, देखें वीडियो#BaikunthpurViralVideo #baikunthpur #baikunthpurnews #viralvideocg #cgviralvideo #viralvideobaikunthpur #ChhattisgarhNews pic.twitter.com/7aQfZidCk6
— Topchand (@topchandnews) August 29, 2023
હાલમાં કોઈ પણ તરફથી ફરિયાદ આપવામાં આવી નથી. ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. છોકરીઓ ખાલપારાની રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સિટી પોલીસ સ્ટેશનના પ્રભારી નીતિન તિવારીએ કહ્યું કે, વાયરલ વીડિયો તેમણે પણ જોયો છે. તેમાં છોકરીઓ સગીર લાગી રહી છે. અત્યાર સુધી કોઈ પણ પક્ષે પોલીસને ફરિયાદ કરી નથી. જો તેમને ફરિયાદ મળે છે તો તેઓ તેના પર કાર્યવાહી કરશે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ આ છોકરીઓની શોધ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ અગાઉ રવિવાર રાત્રે છત્તીસગઢના બિલાસપુરમાં બાર અને પબમાં વિવાદ થયો હતો. રવિવારે રાત્રે સખીઓ સાથે પબ ગયેલી યુવતી સાથે તેના મિત્ર અને ભાઈએ મળીને ખૂબ મારામારી કરી હતી. યુવતીઓનો આરોપ છે કે, જે યુવકો સાથે તેઓ પબમાં ડાન્સ કરી રહી હતી, બહાર નીકળતા જ તેમણે ગાળાગાળી કરતા તેમની સાથે મારામારી કરી. પછી તેમને છોડીને જતા રહ્યા. આ આખી ઘટના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે મારામારી કરનારા યુવકો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.
Related Posts
Top News
લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે
બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે
જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે રાજીનામું આપવું પડ્યું
Opinion
