ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી કોંગી નેતા કમલનાથ બોલ્યા-હું હનુમાન ભક્ત છું, BJPએ...

મધ્ય પ્રદેશના છતરપુરમાં સ્થિત બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ જ કારણ છે કે રાજનેતા પણ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કામલનાથ પણ બાગેશ્વર ધામ પહોંચ્યા અને તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી હેલિકોપ્ટર વડે ભોપાલથી બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. તેમણે અહીં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે મુલાકાત થઈ.

બંનેએ એકલતામાં કેટલાક વિષયો પર વાતચીત કરી, પરંતુ તેમણે કંઈ જણાવ્યું નહીં કે કયા વિષય પર વાત થઈ, કમલનાથે સંવાદદાતાઓને ચર્ચા કરતા કહ્યું કે, તેઓ હનુમાન ભક્ત છે અને તેમણે છીંડાવાડામાં 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ સ્થાપિત કરી છે, સાથે જ રાજ્યમાં સુખ શાંતિ રહે તેની પણ કામના કરી. પિઠાધિશ્વર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રના પક્ષ છે અને તેમના ઘણા નિવેદન પણ આવ્યા છે. કમલનાથને જ્યારે હિન્દુ રાષ્ટ્રને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ભારત સંવિધાનથી ચાલે છે.

કમલનાથના બાગેશ્વર ધામ પહોંચવા પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ સવાલ ઉઠાવ્યા છે કેમ કે કોંગ્રેસના નેતા પ્રતિપક્ષ ડૉ. ગોવિંદ સિંહે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર પ્રહાર કર્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્માએ કહ્યું કે, કમલનાથ બાગેશ્વ ધામના દર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ નેતા પ્રતિપક્ષ ગોવિંદ સિંહ બાગેશ્વર ધામ પર આરોપ લગાવી રહ્યા છે. શું કમલનાથ કોંગ્રેસ અધ્યક્ષના સંબંધે બાગેશ્વર ધામના સંબંધમાં નેતા પ્રતિપક્ષ તરફથી આપવામાં આવેલા નિવેદનને લઈને રાજ્યની જનતા પાસે માફી માગશે?

તેમણે કહ્યું કે, રાજ્યની જનતા કોંગ્રેસના નેતાઓના બેવડા ચરિત્ર અને કોંગ્રેસની આવી પ્રવૃત્તિઓથી સારી રીતે જાણે છે. રાજ્યની જનતા કમલનાથને પૂછવા માગે છે કે શું તે આ બેવડા ચરિત્ર માટે માફી માગશે? એક તરફ પાર્ટીના નેતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અને બીજી તરફ કમલનાથ તેમના દરબારમાં જઈને માથું નમાવે છે આખરે કોંગ્રેસની અસલી નીતિ શું છે એ જનતા સામે ઉજાગર કરે.

તો કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ કે.કે. મિશ્રાએ મોરચો સંભાળ્યો અને પ્રહાર કરી દીધો. તેમણે કહ્યું કે, ધાર્મિક સ્થળો અને સંતો સાથે મુલાકાતની ફ્રેન્ચાઇઝી ભાજપે લઈ રાખી નથી. પોતે કમલનાથ હનુમાન ભક્ત છે, તેમણે રાજ્યનું સૌથી મોટું હનુમાન મંદિર પોતાના પૈસાઓથી બનાવ્યું, પરંતુ ક્યારેય તેમણે આ વાતનો પ્રયોગ પોતાની રાજનીતિમાં કર્યું નથી. ધર્મને લઈને રાજનીતિ ન થવી જોઈએ, તેનાથી ધર્મને નુકસાન પહોંચે છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.