4 મહિલા કોન્સ્ટેબલો પુરુષ બનવા માગે છે, DG ઓફિસ પાસે લિંગ બદલવાની મંજુરી માગી

તમને રાજેશમાંથી સોનિયા બનેલા યુવકની વાર્તા તો યાદ જ હશે. આ જ રીતે હવે UPની ચાર મહિલા કોન્સ્ટેબલ પોતાનું લિંગ બદલવા માંગે છે. ચારેય મહિલા કોન્સ્ટેબલોએ DG ઓફિસમાં અરજી કરી પુરૂષ બનવા માટે પોતાનું લિંગ બદલવાની પરવાનગી માંગી છે. જેણે પણ આ સમાચાર સાંભળ્યા તેણે ભારે આશ્ચર્ય સાથે આઘાત અનુભવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલની આ અરજી વાંચીને પોલીસ વિભાગ પણ સ્તબ્ધ થઈ ગયું હતું. આટલું જ નહીં, એક મહિલા કોન્સ્ટેબલ પોતાનું લિંગ બદલવા માટે હાઈકોર્ટમાં પણ  પહોંચી ગઈ છે. હાઈકોર્ટે પણ મહિલા કોન્સ્ટેબલની અરજીને બંધારણીય અધિકાર ગણાવ્યો છે.

ગોરખપુર, ગોંડા, સીતાપુર અને અયોધ્યામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ પુરૂષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ચારેય જિલ્લામાં પોસ્ટ કરાયેલી મહિલાઓએ પણ DG ઓફિસમાં અરજી કરીને પોતાનું લિંગ બદલવાની પરવાનગી માંગી છે. જ્યારે મહિલાની અરજી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી તો તેઓ પણ આશ્ચર્ય અને પરેશાન થઈ ગયા. મહિલા કોન્સ્ટેબલોની અરજીને ધ્યાનમાં રાખીને DG ઓફિસ વતી ચાર જિલ્લાના પોલીસ અધિક્ષકોને પત્ર લખીને તેમનું કાઉન્સિલિંગ કરવા જણાવ્યું છે. ગોરખપુર જિલ્લાના LIUમાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, તેણે DG ઓફિસમાં અરજી આપી છે. મને પણ બોલાવવામાં આવી અને પૂછવામાં આવ્યું છે કે, શું મને લિંગ ડિસફોરિયા છે. અરજીમાં તેનું પ્રમાણપત્ર પણ જોડવામાં આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે હજુ સુધી લાખનઉં હેડક્વાર્ટર તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી. મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, જો કોઈ સકારાત્મક જવાબ નહીં મળે તો તે લિંગ પરિવર્તન માટે હાઈકોર્ટ સુધી જશે.

અયોધ્યાની રહેવાસી એક મહિલા કોન્સ્ટેબલે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, તે 2019માં UP પોલીસમાં પસંદ થઈ હતી. તેમની પ્રથમ પોસ્ટિંગ ગોરખપુર હતી. તે ફેબ્રુઆરીથી પોતાનું લિંગ બદલવા માટે દોડી રહી છે. મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, ગોરખપુરમાં તે SSP, ADG અને પછી DG હેડક્વાર્ટર ગઈ છે. પુરુષ બનવાના સવાલ પર મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, હું ભણતી હતી તે દરમિયાન તેના હોર્મોન્સમાં ફેરફાર થવા લાગ્યા હતા. આ પછીથી જ તને પોતાની જાતિ બદલવાની ઈચ્છા થવા લાગી. તેણે કહ્યું કે સૌથી પહેલા તેણે દિલ્હીના એક મોટા ડોક્ટર પાસેથી અનેક તબક્કામાં કાઉન્સેલિંગ કરાવ્યું હતું. તપાસ પછી, ડૉક્ટરે તેને લિંગ ડિસફોરિયા હોવાનું નિદાન કર્યું. ડોક્ટરના રિપોર્ટના આધારે તેણે લિંગ પરિવર્તનની મંજૂરી માંગી છે.

અયોધ્યાની રહેવાસી મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, તેની સ્ટાઇલ પુરૂષ જેવી છે. તે તેના વાળ અને કપડાં પણ પુરુષોની જેમ રાખે છે. બાઈક ચલાવે છે. તે પેન્ટ અને શર્ટ પહેરીને ઓફિસ જાય છે. તે જણાવે છે કે, જ્યારે તે સ્કૂલે જવા લાગી ત્યારથી જ તેને છોકરીની જેમ કામ કરવું અજીબ લાગ્યું. શાળામાં તેની ચાલ વર્તણૂંકને કારણે ઘણા લોકો તેને છોકરો કહેતા હતા, જે તેને ખૂબ જ સારું લાગતું હતું.

અયોધ્યાની મહિલા કોન્સ્ટેબલની જેમ સીતાપુર, ગોંડા અને ગોરખપુરની મહિલા કોન્સ્ટેબલ પણ પોતાનું લિંગ બદલવા માંગે છે. ત્રણેય મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું કે, તેઓ લિંગ પરિવર્તન માટે હાઈકોર્ટનો પણ જઈ શકશે. હકીકતમાં, અયોધ્યાની મહિલા કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં લિંગ પરિવર્તન માટે અરજી કરી હતી, જેના પર હાઈકોર્ટે મહિલા કોન્સ્ટેબલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, લિંગ બદલવી એ બંધારણીય અધિકાર છે. જો આધુનિક સમાજ વ્યક્તિની ઓળખ બદલવાના અધિકારને નકારે છે અથવા સ્વીકારતો નથી, તો અમે ફક્ત જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર સિન્ડ્રોમને પ્રોત્સાહિત કરીશું. હાઈકોર્ટે UP DGPને મહિલા કોન્સ્ટેબલની અરજીનો નિકાલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.