સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા, જેના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું હતું. તે એટલું તો બોખલાઈ ગયું હતું કે ભારતના રેસિડેન્સિયલ વિસ્તારોમાં ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવા લાગ્યું હતું, પરંતુ ભારતીય સેનાએ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો અને દરેક હુમલાને નિષ્ફળ બનાવી દીધા. ભારતે નૂર ખાન એરબેઝ સહિત કેટલાક અન્ય એરબેઝને તબાહ કરી દીધા. ત્યારબાદ પાકિસ્તાન ઘૂંટણીયે પડી ગયું અને સીઝફાયર માટે વિવિધ દેશોને આજીજી કરવા લાગ્યું. ત્યારબાદ 10 મેના રોજ બંને દેશોની સહમતિથી સીઝફાયર કરી દેવામાં આવ્યું. પાકિસ્તાન જે થોડા દિવસ અગાઉ કહી રહ્યું હતું કે કંઈ થયું નથી અને પોતાના લોકોને મૂર્ખ બનાવીને જીતનું સેલિબ્રેશન મનાવી રહ્યું હતું. તે હવે કહી રહ્યું છે કે નુકસાન થઈ ગયું છે.

Operation-Sindoor
timesofindia.indiatimes.com

શાહબાઝ શરિફનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે 9-10 તારીખ દરમિયાનની રાત્રે લગભગ 2:30 વાગ્યે જનરલ અસિમ મુનરે મને સિકયોર ફોન પર જણાવ્યુ કે, વજીરે આઝમ સાહબ હિન્દુસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઇલ અત્યારે લોન્ચ કરી દીધી છે, જેમાંથી એક નૂર ખાન એરબેઝ પર પડી છે અને કેટલીક બીજા વિસ્તારોમાં પડી છે. આપણી વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો અને તેમણે ચીની ફાઇટર જેટ્સ પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.

teacher1
navbharattimes.indiatimes.com

હવે મહિલા શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરવી મોંઘી પડી છે. પાકિસ્તાની સેનાના પક્ષમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ મધ્ય પ્રદેશમાં એક સરકારી મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય સિંહ તોમરે આ કડક કાર્યવાહી કરી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મહેતવાડાની શિક્ષિકા શહનાઝ પરવીનના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. તેમાં પાકિસ્તાનનો પક્ષ બતાવવામાં આવ્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ, જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી હતી. શિક્ષણ વિભાગનું કહેવું કે શહનાઝ પરવીને પોતાની પોસ્ટના માધ્યમથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનું ઉલ્લંઘન કર્યું, અને તેને કદાચાર  માનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર ખોટી સામગ્રી શેર કરવા સામે શિક્ષણ વિભાગની કડક નીતિને દર્શાવે  છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.