- National
- ભોપાલ બાદ આ જગ્યાએ સામે આવ્યો 90 ડિગ્રી વણાંકવાળો બ્રિજ? ફોટો જોઈને અધિકારી બોલ્યા-દાવો ખોટો..’
ભોપાલ બાદ આ જગ્યાએ સામે આવ્યો 90 ડિગ્રી વણાંકવાળો બ્રિજ? ફોટો જોઈને અધિકારી બોલ્યા-દાવો ખોટો..’
મધ્ય પ્રદેશના ભોપાલમાં બનેલો 90 ડિગ્રીનો પુલ ખૂબ ચર્ચામાં હતો. પરંતુ હવે ઇન્દોરથી એક મામલો સામે આવ્યો છે, જ્યાં એન્જિનિયર ભોપાલવાળા પુલથી 2 ડગલાં આગળ નીકળી ગયા છે. વાસ્તવમાં PWD વિભાગ અહીં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં એક રેલવે ઓવરબ્રિજ બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પુલમાં 90 ડિગ્રીવાળા 2 વળાંક છે, જેના કારણે તેને Z આકારનો પુલ કહેવામાં આવી રહ્યો છે.
જોકે, મધ્ય પ્રદેશના જનસંપર્ક વિભાગે આ સમાચારને ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે મીડિયામાં બતાવવામાં આવેલી ડિઝાઇન વાસ્તવિક નથી. આ પુલ પર પહેલો વળાંક લક્ષ્મીબાઈ નગરથી ભગીરથપુરા થતા પોલોગ્રાઉન્ડ નજીકના વિસ્તારમાં છે. તો, બીજો વળાંક પોલોગ્રાઉન્ડથી MR-4 તરફવાળા હિસ્સામાં બની રહ્યો છે.
https://twitter.com/INCMP/status/1942843133978382707
મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીતુ પટવારીએ PWD અધિકારીઓ પર ખોટો પ્લાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે ઇન્દોરના સાંસદ શંકર લાલવાણી, રાજ્ય સરકારના મંત્રીઓ કૈલાશ વિજયવર્ગીય અને તુલસી સિલાવત પર પણ આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે આ નેતાઓએ જનતા પાસેથી મત લીધા હતા, પરંતુ તેઓ કોઈ કામ ગંભીરતાથી કરી રહ્યા નથી, તેનું તાજેતરનું ઉદાહરણ પોલો ગ્રાઉન્ડનો બ્રિજ છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પરથી પણ આ મામલે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
https://twitter.com/JansamparkFC/status/1942976256246706397
સરકારનું શું કહેવું છે?
શંકર લાલવાણીએ કહ્યું છે કે તેમણે આ નિર્માણાધીન પુલ અંગે અધિકારીઓને સૂચના આપી છે અને લોક નિર્માણ મંત્રીને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યુ કે જૂનના અંતમાં સરકારી બેઠક દરમિયાન નકશા જોઈને લોકોને લાગ્યું હતું કે આ ડિઝાઇનમાં 90-ડિગ્રી વળાંકનો પ્રસ્તાવ છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તેના કારણે અકસ્માતો થઈ શકે છે.
તો, લોક નિર્માણ મંત્રી રાકેશ સિંહે દાવો કર્યો છે કે તેની ડિઝાઇન લોક નિર્માણ વિભાગ અને રેલવેના સંયુક્ત સર્વેક્ષણ દ્વારા નક્કી કરાયેલા ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, ‘ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના દિશા-નિર્દેશ અનુસાર બનાવવામાં આવી રહેલા આ પુલમાં કુલ 5 વળાંક છે. IRC ધોરણો અનુસાર, એક વળાંકની લઘુત્તમ ત્રિજ્યા (રેડિયસ) 15 મીટર હોવી જોઈએ, જ્યારે આ પુલના તમામ વળાંકોની ત્રિજ્યા લગભગ 20 મીટર છે, જેના કારણે આ ડિઝાઇન અનેસંરચનાની દૃષ્ટિએ પૂરી રીતે સંતુલિત અને સુરક્ષિત છે.
PWDના એન્જિનિયરે શું કહ્યું?
આ મામલે PWD વિભાગના એક્ઝિક્યૂટિવ એન્જિનિયરે ગુરમીત કૌર ભાટિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે મીડિયામાં બતાવવામાં આવી રહેલી પુલની ડિઝાઇન તેમના વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું છે કે આ ડિઝાઇન વિભાગ તરફથી ફાઇનલ કરવામાં આવી નથી. અને પુલનું કામ અત્યારે ચાલી જ રહ્યું છે. કામ એજ આધાર પર ચાલી રહ્યું છે, જે ડિઝાઇન વિભાગે ફાઇનલ કરી છે. જનસંપર્ક વિભાગે પણ X-પોસ્ટ દ્વારા આ જ નિવેદન આપ્યું છે. જોકે, એન્જિનિયરે એમ પણ કહ્યું કે આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે, તો હવે તેઓ હાઇ લેવલ પર તેની ચર્ચા કરશે અને જો જરૂર પડશે તો તેમાં સુધારો કરશે.

