કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવાયા, જાણો હવે કોણ સંભાળશે જવાબદારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમમાં બદલાવનો દૌર શરૂ થતો નજરે પડી રહ્યો છે. એવા સમાચાર મળી રહ્યા છે કે, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમને અર્થ સાયન્સ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે કાયદા મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર અર્જૂન રામ મેઘવાલને સોંપ્યો છે. રિપોર્ટ્સ મુજબ, કેન્દ્ર સરકારમાં મંત્રીઓની સમીક્ષાનો દૌર ચાલી રહ્યો છે અને મંત્રાલયોના કામોનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ જ સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો કે, અત્યાર સુધી મંત્રાલયના સંબંધમાં જાણકારી સ્પષ્ટ નથી. છેલ્લા કેટલાક સમયમાં સરકાર અને ન્યાયપાલિક વચ્ચે ખેચતાણ જોવા મળી રહી હતી. જો કે, ફેબ્રુઆરીમાં તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, દેશમાં ક્યાંય પણ સરકાર વર્સિસ ન્યાયપાલિક ચાલી રહ્યું નથી. સુપ્રીમ કોર્ટ પણ જજોના નામ પર મંજૂરીમાં મોડું થવાને લઈને ઘણી વખત કેન્દ્ર સરકારને સવાલ પૂછી ચૂકી હતી. સુપ્રીમ કોર્ટે મોડું થવાના મુદ્દાને ખૂબ જ ગંભીર બતાવ્યો હતો. વર્ષ 2023ની શરૂઆતથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, લોકસભાની ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટમાં મંત્રીઓના પ્રદર્શનના આધાર પર ફેરબદલ કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા હતા કે બદલાવ કરવાનો સમય આવી ગયો છે. સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓને હટાવવા સાથે સાથે રાજ્યોમાં સ્ટાર પ્રચારક રહેલા કેટલાક સાંસદોને જગ્યા મળી શકે છે. કિરેન રિજિજુ અરુણાચલ પશ્ચિમ લોકસભાથી ભાજપના સાંસદ છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1971ના રોજ અરુણાચલ પ્રદેશના વેસ્ટ કામેંગ જિલ્લામાં થયો હતો. તેમની પાસે દિલ્હી યુનિવર્સિટીથી કાયદાની ડિગ્રી છે. તેમણે વર્ષ 2004માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત હાંસલ કરી, પરંતુ વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી હારી ગયા.

વર્ષ 2014ની ચૂંટણીમાં કિરેન રિજિજુએ ફરી જીત હાંસલ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ મોદી સરકારના બીજા કાર્યકાળ એટલે કે વર્ષ 2019માં સ્પોર્ટ્સ મિનિસ્ટર (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા હતા. જુલાઇ 2021માં જ્યારે કેબિનેટ વિસ્તાર દરમિયાન તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને રવિશંકર પ્રસાદની જગ્યાએ આ જવાબદારી આપવામાં આવી હતી.

કોણ છે રામ મેઘવાલ?

અર્જૂન રામ મેઘવાલ વર્ષ 2009થી બિકાનેરથી સાંસદ છે. તેમનો જન્મ બિકાનેરના કિસ્મિદેસર ગામમાં થયો. તેમણે બિકનેરની ડુંગર કૉલેજથી B.A. અને LLBનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે આ જ કૉલેજથી માસ્ટર્સની ડિગ્રી (MA) હાંસલ કરી. ત્યારબાદ ફિલિપિન્સ યુનિવર્સિટીથી MBA પણ કર્યું. તેઓ રાજસ્થાન કેડરના IAS અધિકારી રહ્યા છે અને તેમને રાજસ્થાનમાં અનુસુચિત જાતિના ચહેરાના રૂપમાં જોવામાં આવે છે. મેઘવાલ વર્ષ 2009, 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં બિકાનેરથી ભાજપની ટિકિટ પર સંસદ તરીકે ચૂંટાયા, વર્ષ 2013માં તેમને સર્વશ્રેષ્ઠ સાંસદના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.