- National
- શ્રીકૃષ્ણ અને હનુમાન દુનિયાના સફળ ડિપ્લોમેટ હતા, એસ. જયશંકરનું નિવેદન વાયરલ
શ્રીકૃષ્ણ અને હનુમાન દુનિયાના સફળ ડિપ્લોમેટ હતા, એસ. જયશંકરનું નિવેદન વાયરલ

વિદેશ મંત્રી એસ જયશંકર રાજકારણમાં પ્રવેશતા પહેલા સફળ રાજદ્વારી રહ્યા છે. તેમની વિદેશ નીતિને મજબુત માનવામાં આવે છે. એક ઈવેન્ટ દરમિયાન તેમણે દુનિયાના સૌથી મોટા ડિપ્લોમેટનું નામ જાહેર કર્યું છે. વિદેશ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે સાંભળીને લોકો આશ્ચર્યચકિત છે. વિદેશ નીતિ પર તેમણે રામાયણ અને મહાભારતને યાદ કર્યું છે.
“Apne Apne Ram” ❤️???
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) January 29, 2023
@DrSJaishankar pic.twitter.com/B0l7ECvlta
વિદેશ મંત્રી એસ. જયશંકર પોતાના પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’ના મરાઠી ભાષાંતર ‘ભારત માર્ગ’ના વિમોચન પ્રસંગે પુણે ગયા છે. ત્યાં તેમણે જે કહ્યું એ સાંભળીને બધા ચોંકી ગયા છે. વિદેશ મંત્રીએ લોકોના સવાલોના જવાબ આપતા કઇંક એવું કહ્યું કે એ નિવેદન સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ ગયું છે. તેમણે જે કહ્યું તેના પર એક નવી ચર્ચા છેડાઇ શકે છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, સૌથી મોટા રાજદ્વારી એટલે કે ડિપ્લોમેટ એક શ્રી કૃષ્ણ અને એક હનુમાન હતા. જો તમે તેને મુત્સદ્દીગીરીના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો તેઓ કઇ સ્થિતિમાં હતા?તેમને શું મિશન આપવામાં આવ્યું હતું?અને કેવી રીતે એ મિશનને તેમણે હેન્ડલ કર્યા હતા.
એસ. જયશંકરે કહ્યું કે, રામભક્ત હનુમાને તો પોતાની ઇન્ટેલિજન્સનો પરિચય આપીને પોતાના ટાર્ગેટથી પણ આગળ વધી ગયા હતા. રાવણની લંકામાં માતા સીતાને મળ્યા અને લંકાને પુરી રીતે સળગાવી નાંખી હતી. તેઓ મલ્ટીપર્પઝ ડિપ્લોમેટ હતા.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, જરા વિચારો, આજની દુનિયા મલ્ટી પોલર એટલે કેબહુધ્રુવીય છે. તે સમયે કુરુક્ષેત્રના મેદાનમાં શું ચાલી રહ્યું હતું? જુદા જુદા રાજ્યો હતા, દરેકને કહેવામાં આવ્યું હતું કે તમે તેમની સાથે છો, તમે મારી સાથે છો. બલરામ જેવા જૂથ વગરના લોકો પણ તે સમયે હાજર હતા. અમે પણ કહીએ છીએ કે ગ્લોબલ દુનિયા છે, આ અવરોધો છે. અર્જુનની મૂંઝવણ શું હતી, તે અન્ય લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. તે વિચારી રહ્યો હતો કે મારા સંબંધીઓ સામે હું કેવી રીતે લડીશ. ક્યારેક આપણે કહીએ છીએ કે પાકિસ્તાને આ કર્યું, તે કર્યું, ચાલો, અમે વ્યૂહાત્મક ધીરજ બતાવીએ છીએ. શાનદાર ડિપ્લોમસીનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન કૃષ્ણ છે.
વિપક્ષમાં એક એવો વર્ગ છે જે બિનસાંપ્રદાયિક નીતિમાં માને છે. તે ઈચ્છે છે કે બંધારણીય પદ પર બેઠેલા લોકોએ આવા નિવેદનો ન આપવા જોઈએ, જે કોઈ ખાસ ધર્મ સાથે સંબંધિત હોય. હનુમાન અને કૃષ્ણ હિન્દુ દેવતાઓ છે. હવે આ નિવેદન પર વિપક્ષ તરફથી હોબાળો થઈ શકે છે.