50 કરોડ લઈ ધારાસભ્ય જજપાલે રાજીનામુ આપેલું, BJP નેતાનો કોર્ટમાં દાવો

મધ્ય પ્રદેશના અશોકનગરથી ભાજપા ધારાસભ્ય જજપાલ જસ્સી માટે તેમની જ પાર્ટીના નેતાએ તેમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટ ગ્વાલિયરની બેંચમાં બે વાર કાઉન્સિલર રહેલા રોશન સિંહ યાદવે પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ નિવેદન આપ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રોશન સિંહે કહ્યું કે વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જીત્યા પછી ધારાસભ્ય જજપાલ જસ્સીએ 50 કરોડ રૂપિયા લઈ પદેથી રાજીનામુ આપી દીધું હતું.

મધ્ય પ્રદેશ કોર્ટની ગ્વાલિયર બેંચમાં વિધાનસભા ચૂંટણીની અરજી પર સુનાવણી દરમિયાન જ્યારે MLA જજપાલ સિંહ જસ્સી તરફના સીનિયર એડવોકેટ વિનોદ કુમાર ભારદ્વાજે રોશન સિંહને ક્રોસ એક્ઝામિન કર્યું તો તેમણે જણાવ્યું કે જજપાલ જસ્સીએ 50 કરોડ રૂપિયા લઈ રાજીનામુ આપ્યું હતું.

ખાસ વાત એ રહી કે એડવોકેટે રોશન પાસેથી પૈસાના લેવડ-દેવડના સંબંધમાં કોઈ પ્રશ્ન પૂછ્યા નહોતા. ત્યાર પછી એડવોકેટના પૂછવા પર રોશન સિંહે એવું પણ કહ્યું કે 50 કરોડ રૂપિયા લેવાની વાત મારા સાંભળવામાં આવી હતી. ત્યાર બાદ રોશન સિંહે પોતાની વાતને સંભાળતા કહ્યું કે આ આખા કેસને લઇ મેં જજપાલ સામે કોઈ FIR દાખલ કરાવી નથી.

જાણ હોય તો મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર 4 મહિનાનો સમય રહ્યો છે. એવામાં પોતાની જ પાર્ટીના ધારાસભ્ય સામે આપવામાં આવેલું નિવેદન વિરોધી પાર્ટી કોંગ્રેસ માટે મોટું હથિયાર બની શકે છે.

જજપાલ સિંહ પહેલા પણ વિવાદમાં રહ્યા છે

જણાવીએ કે મધ્ય પ્રદેશમાં જજપાલ સિંહને જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુટના ગણવામાં આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને જજપાલ જસ્સી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે સીટ પર તે ચૂંટણી લડ્યા તે અનુસૂચિત જાતિ માટે રિઝર્વ સીટ હતી. 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે પાર્ટી છોડનારાઓમાં જજપાલ સિંહ પણ સામેલ હતા. ત્યાર પછી પેટા ચૂંટણીમાં તેમણે જીત નોંધાવી હતી. તેમણે લડ્ડૂ રામને હરાવ્યા હતા. લડ્ડૂ રામે હાર્યા પછી જજપાલ સામે નકલી જાતિ પ્રમાણપત્ર લગાવવાનો દાવો દાખલ કર્યો છે. જેની સુનાવણી હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહી છે.

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કમલનાથ વર્ષ 2020માં પોતાની સરકાર તૂટ્યા પછીથી આરોપ લગાવતા રહ્યા છે કે કોંગ્રેસ ધારાસભ્યોએ 50-50 કરોડ રૂપિયા લઈને પાર્ટી છોડી હતી અને ભાજપામાં સામેલ થયા.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.