જાણો PM મોદીને કેટલી મળે છે સેલેરી, શું છે તેમનું નેટવર્થ, ક્યાંથી ચાલે છે ખર્ચ?

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે, તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગરમાં થયો હતો. વડાપ્રધાન બનવા અગાઉ નરેન્દ્ર મોદી લગભગ 13 વર્ષ સુદ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. વર્ષ 2014માં તેમણે ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું. આજે તેમના નેતૃત્વમાં દેશ તેજીથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દુનિયામાં સૌથી તેજીથી વધતી અર્થવ્યવસ્થા બનીને ઉભર્યો છે, પરંતુ શું તમે જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેલેરી કેટલી છે? તેમની પાસે કેટલી સંપત્તિ છે? આવો જાણીએ તેની બાબતે.

લોકોનો રસ એ વાતમાં જરૂર હોય છે કે તેમના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેલેરી કેટલી છે? તેમની પાસે કેટલી સંપત્તિ છે. તેઓ ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરે છે. ગયા વર્ષે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ આ બાબતે પૂરી જાણકારી આપી હતી. ભારતના વડાપ્રધાનની વાર્ષિક સેલેરી લગભગ 20 લાખ રૂપિયા હોય છે. વડાપ્રધાનને મળતી આ સેલેરીમાં બેઝિક પેય સિવાય ડેઇલી અલાઉન્સ, સાંસદ ભથ્થું સહિત અન્ય ઘણા ભથ્થા સામેલ હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ ચલ-અચંલ સંપત્તિની જાણકારી ગયા વર્ષે 2022માં PMO દ્વારા આપવામાં આવી હતી. PMO મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કિલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાંથી મોટા ભાગના બેંક ખાતાઓમાં જમા રકમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગાંધીનગરમાં એક જમીન હતી, પરંતુ પછીથી તેમણે તેને દાન કરી દીધી. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ દરમિયાન તેમણે ઓક્ટોબર 2002માં એક આવાસીય જમીન ખરીદી હતી.

હેરાન કરી દેનારી વાત એ છે કે તેમાં તેઓ ત્રીજા હિસ્સેદાર તરીકે સામેલ હતા. હવે તેમના નામ પર આ જમીનનો કોઈ માલિકો હક નથી. કેમ કે તેમણે પોતાનો હિસ્સો દાન કરી દીધો. એક રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર કોઈ પ્રકારનો કોઈ બોન્ડ નથી. ન તો તેમના નામ પર શેર કે મ્યૂચ્યુઅલ ફંડ છે. એ સિવાય તેમની પાસે પોતાની કોઈ ગાડી નથી. તો માર્ચ 2022 સુધીની સંપત્તિના ડેટા મુજબ, તેમની પાસે 1.73 લાખ રૂપિયાની કિંમતની 4 સોનાની અંગૂઠીઓ હતી.

તેમના સેવિંગ્સની વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં તેમની પાસે 9,05,015 રૂપિયાનું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ અને 1,89,305 રૂપિયાની જીવન વીમા પોલિસી છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં સરકારી આવાસમાં રહે છે અને પોતાનો તમામ ખર્ચ પોતે વાહન કરે છે. એક RTIના જવાબમાં PMOએ જણાવ્યું કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ દિવસની રજા લીધી નથી.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.