'નવા યુગલો 16-16 બાળકો પેદા કરે'CM નાયડુ પછી આ CMએ પણ વસ્તી વધારવા ભાર મુક્યો

આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ પછી હવે તમિલનાડુના CM સ્ટાલિને પણ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. CM સ્ટાલિને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે નવવિવાહિત યુગલોને 16 બાળકો હોય.

ચેન્નાઈમાં હિન્દુ ધાર્મિક અને એન્ડોમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન CM સ્ટાલિને આ નિવેદન આપ્યું હતું. અહીં CM MK સ્ટાલિનની હાજરીમાં 31 યુગલોએ લગ્ન કર્યા. તેમણે કહ્યું કે, કદાચ યુગલો માટે 16 પ્રકારની સંપત્તિને બદલે 16 બાળકોનો સમય આવી ગયો છે.

CM MK સ્ટાલિને માનવ સંસાધન અને સામાજિક ન્યાય પ્રધાન શેખર બાબુની પ્રશંસા કરી, દાવો કર્યો કે સાચા ભક્તો મંદિરોની જાળવણી અને સંસાધનોને સુવ્યવસ્થિત કરવા માટે DMK સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે, જે લોકો ભક્તિનો ચહેરા તરીકે ઉપયોગ કરે છે, તેઓ નારાજ છે અને DMK સરકારની સફળતાને રોકવા માટે કેસ દાખલ કરી રહ્યા છે.

CM MK સ્ટાલિને કહ્યું, 'આ કારણે જ કલાઈગનારે ફિલ્મ પરાશક્તિમાં ઘણા સમય પહેલા એક ડાયલોગ લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, અમે મંદિરોના વિરોધમાં નથી, પરંતુ મંદિરો ભયંકર માણસોના છાવણી બનવાના વિરોધમાં છીએ.' તેમણે કહ્યું કે, આપણી વસ્તી ઘટી રહી છે જેની અસર આપણી લોકસભા સીટો પર પણ પડશે, તો શા માટે આપણે દરેક 16 બાળકો પેદા ન કરીએ.

તેમણે દાવો કર્યો હતો કે, અગાઉના વડીલો નવા પરિણીત યુગલોને 16 પ્રકારની મિલકત મેળવવા માટે આશીર્વાદ આપતા હતા. કદાચ હવે 16 પ્રકારની મિલકતને બદલે 16 બાળકો રાખવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું, 'જ્યારે વડીલો કહેતા હતા કે તમારે 16 બાળકો રાખવા જોઈએ અને સમૃદ્ધ જીવન જીવવું જોઈએ, તો તેનો અર્થ 16 બાળકો નહીં પરંતુ 16 પ્રકારની સંપત્તિ હતી, જેનો લેખક વિશ્વનાથને તેમના પુસ્તકમાં ગાય, ઘર, પત્ની, બાળકો, શિક્ષણ, જિજ્ઞાસા, જ્ઞાન, અનુશાસન, જમીન, પાણી, ઉમર, વાહન, સોનું, સંપત્તિ, પાક અને વખાણના રૂપમાં કર્યું છે, પરંતુ હવે કોઈ તમને 16 પ્રકારની સંપત્તિ મેળવવાના આશીર્વાદ નથી આપી રહ્યું, પરંતુ બાળકો હોવા અને સમૃદ્ધ જીવન જીવવાના આશીર્વાદ આપી રહ્યા છે.'

આ પહેલા રવિવારે આંધ્રપ્રદેશના CM N. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધોની વધતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે વધતી જતી ચિંતાઓનો ઉલ્લેખ કરીને, તેમણે દક્ષિણના રાજ્યોમાં પરિવારોને વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી. CM નાયડુએ દેશના ડેમોગ્રાફિક ડિવિડન્ડને જાળવી રાખવા પ્રદેશમાં યુવા વસ્તીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. CM નાયડુએ જાહેરાત કરી કે, 'સરકાર એક કાયદો લાવવાની યોજના ધરાવે છે કે, જે ફક્ત બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે લાયક બનાવે.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.