ઓવૈસીએ પાકિસ્તાની મૌલવીઓને કેમ કહ્યું- 'મારા લગ્ન થઇ ગયા છે, મારી ચિંતા ના કરો...'

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વભરના દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલ્યા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયામાં ભારતનો પક્ષ રજૂ કર્યો. ભારત પરત ફર્યા પછી, ઓવૈસીએ તેમના અભિયાન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે ભારતને આતંકવાદનો શિકાર સાબિત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. અને એ પણ જણાવ્યું કે કેવી રીતે પહેલગામમાં લોકોનો ધર્મ પૂછ્યા પછી ગોળીબાર કરવામાં આવ્યો.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં, ઓવૈસીએ કહ્યું, 'અમે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. અમે બહેરીનને કહ્યું કે પાકિસ્તાન શું કરી રહ્યું છે. તે ત્યારે જ બંધ થશે જ્યારે તમે તેને FATFની ગ્રે લિસ્ટમાં લાવો છો. અમે કુવૈતને કહ્યું કે ભારત સાથે તમારા ઘણા જૂના સંબંધો છે.'

Asaduddin Owaisi
prabhatkhabar.com

AIMIMના વડાએ કહ્યું, 'અમે સાઉદી અરેબિયાને કહ્યું કે 2003માં રિયાધમાં થયેલા હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો. જેમાં 40 લોકો માર્યા ગયા હતા. પછી 8 વર્ષ પહેલા હુતીઓએ મિસાઇલો ચલાવી હતી. આ બધા આતંકવાદી સંગઠનોની વિચારધારા એક જ છે, તેમની વચ્ચે કોઈ ફરક નથી. અમને આશા છે કે આનાથી સકારાત્મક અસર થશે.'

સીમા પાર, પાકિસ્તાની મૌલવીઓ ઓવૈસી વિશે ખોટા નિવેદનો આપી રહ્યા છે. તેમણે આ મૌલવીઓ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, 'આ મૌલવીઓ જે મારા વિશે ગમે તેમ બકવાસ કરી રહ્યા છે, તેમના દેશમાં પોલિયોની સમસ્યા છે. 40 ટકા ગરીબી છે. 9 ટકા બેરોજગારી છે. 2 કરોડ 30 લાખ બાળકો શાળાએ જતા નથી. તેમને તેની ચિંતા નથી. પરંતુ તેઓ ઓવૈસી વિશે ચિંતિત છે. હું તેમને કહેવા માંગુ છું કે મારી ચિંતા ન કરો, મારા લગ્ન થઇ ગયા છે.'

Asaduddin Owaisi
english.mathrubhumi.com

અસદુદ્દીન ઓવૈસીએ બિલાવલ ભુટ્ટોને પણ આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે તેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ તેઓ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ બોલી શકતા નથી. ઓવૈસીએ આગળ કહ્યું કે, તે હુમલામાં બિલાવલની માતા (બેનઝીર ભુટ્ટો) સહિત 130 લોકો માર્યા ગયા હતા, પરંતુ કોઈને સજા થઈ નથી. તેઓ તેમની માતાના હત્યારાઓને પકડી શક્યા નથી, પરંતુ ભારત વિશે વાત કરી રહ્યા છે.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.