BJP ધારાસભ્યની માગ- મસ્જિદો અને દરગાહોમાં મોરના પીંછા, ત્યાં પણ રેડ કરો

કર્ણાટક ભાજપા નેતા અને ધારાસભ્ય અરવિંદ બેલાડે ધાર્મિક ઉદ્દેશો માટે મોરના પીંછાનો ઉપયોગનો હવાલો આપતા બધી મસ્જિદો અને દરગાહો પર રેડ કરવાની માગ કરી છે. બેલાડની આ ટિપ્પણી વન વિભાગની નોટિસ અને ભાજપાના રાજ્યસભા સાંસદ અને અભિનેતા જગ્ગેશના ઘરની તપાસ પછી આવી છે. એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન જગ્ગેશને વાઘના પંજાવાળું પેન્ડેંટ પહેરલ જોયા પછી આ તપાસ કરવામાં આવી છે.

ભાજપા નેતા બેલાડે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પણ કટાક્ષ કર્યો. કારણ કે, તેમણે જગ્ગેશના ઘરે છાપેમારી કરવા માટે સ્પષ્ટીકરણ માગ્યું હતું, પણ મસ્જિદો અને દરગાહો પર નહીં. બેલાડે પૂછ્યું કે, વાઘના નખ ઐતિહાસિક રીતે સારા કંપન માટે વાપરવામાં આવે છે. હું સિદ્ધારમૈયાને પૂછવા માગું છું કે જો રાજ્યસભા સાંસદ જગ્ગેશ સામે ફરિયાદ દાખલ કરાવી શકાય છે તો તે દરગાહો અને મસ્જિદોમાં વપરાતા મોરના પીંછાને લઇ ચુપ શા માટે છે?

તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા ત્યાં જાય છે અને મોરના પીંછાથી આશીર્વાદ લે છે. શું તે નથી જોઇ શકતા કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ એક ગુનો છે અને કાયદા વિરોધી છે. ભાજપા ધારાસભ્યએ સિદ્ધારમૈયાને દરેક મસ્જિદ અને દરગાહો પર રેડ કરવા અને તેમની સામે ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ કર્યો છે.

જણાવીએ કે, વાઘના પંજાને લઇ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કન્નડ બિગ બોસના પ્રતિસ્પર્ધી વર્થુર સંતોષને વાઘના પંજાનું લોકેટ રાખવાના આરોપમાં શોના સેટ પરથી અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો. વાઘના નખ રાખવા કાયદાકીય ગુનો છે. તેનું વેચાણ કે ખરીદી પણ કાયદાકીય ગુનો છે.

વન વિભાગના અધિકારી 22 ઓક્ટોબરના રોજ શોના સેટ પર પહોંચ્યા અને વાઘના પંજાનાં લોકેટની તપાસ કરી. મૂલ્યાંકન કરવા પર એ તારણ નીકળ્યું કે વાઘના પંજા અસલી હતા અને વર્થુર સંતોષની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ બધાની વચ્ચે અભિનેતા અને ભાજપા સાંસદ જગ્ગેશે પોતાના ઘરે થયેલી રેડ પછી કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી વન અધિકારીઓની કાર્ય પદ્ધતિ પર સવાલ ઊભા કર્યા છે.

જો જાણ હોય તો, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વાઘ, સિંહ, હરણ જેવા જંગલી પશુઓને મારવા અને તેમના પંજા, ચામડી, સીંગ કે નખ વગેરે વેચવા એક ગુનો છે.

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.