ના કોઈ TTE, ના કોઈ ટિકિટ, આ ભારતીય ટ્રેનમાં 75 વર્ષથી લોકો કરે છે મફતમાં મુસાફરી

એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનને સૌથી વધુ કિફાયતી માનવામાં આવે છે. તે તમારો સમય બચાવે છે અને ખૂબ આરામદાયક હોય છે. ટ્રેનમાં મુસાફરીનો ખર્ચ પણ ઓછો થાય છે. ભારતમાં આજે ટ્રેનોનું નેટવર્ક એટલું મોટું થઈ ગયું છે કે તે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક બની ગયું છે. તમે ઘણીવાર લોકોને ટિકિટ વગર મુસાફરી કરતા જોયા હશે. આવા લોકોને TT પકડીને તેમનું ચલાણ કાપે છે, પરંતુ આજે અમે તમને જે ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેમાં મુસાફરી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ટિકિટની જરૂર પડતી નથી, આ ટ્રેન તમામ મુસાફરો માટે બિલકુલ ફ્રી છે. જો તમે વિચારી રહ્યા હોવ કે અમે કોઈ વિદેશી ટ્રેનનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ, તો એવું બિલકુલ નથી. આ ટ્રેન ફક્ત ભારતમાં જ ચાલે છે, જેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે.

ભારતની આ ફ્રી ટ્રેન આજથી નહીં પણ લગભગ 75 વર્ષથી લોકોને મફતમાં મુસાફરી કરાવી રહી છે. આ ટ્રેન પંજાબ અને હિમાચલની સરહદ નજીકથી ચાલે છે અને ભાખરા-નાંગલ ટ્રેનના નામે પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન ભાખરા અને નાંગલ વચ્ચે ચાલે છે. જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ ભાખરા-નાંગલ ડેમ જોવા આવે છે, ત્યારે તેઓ આ ટ્રેનનો ઉપયોગ કરે છે. આ પ્રવાસીઓ પાસેથી આ ટ્રેન માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને ન તો તેના માટે કોઈ ટિકિટ લેવામાં આવે છે. આ ટ્રેનના ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1948માં તેની શરૂઆત થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્રેનના કોચ લાકડાના બનાવવામાં આવ્યા છે, જ્યારે આ ટ્રેનની શરૂઆત થઈ ત્યારે તેમાં 10 કોચ હતા પરંતુ હવે તેમાં માત્ર 3 કોચ છે. તેમાં મુસાફરી કરતા લોકોની વાત કરીએ તો દરરોજ તેમાં લગભગ 800 લોકો મુસાફરી કરે છે.

આ ટ્રેનને દેશની વિરાસત અને પરંપરા તરીકે જોવામાં આવે છે. વર્ષ 2011માં નાણાકીય નુકસાનને ધ્યાનમાં રાખીને તેની ફ્રી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને આ ટ્રેનને લોકો માટે ફ્રી રાખવામાં આવી હતી.

Related Posts

Top News

ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

ભાજપના નેતા અમીત માલવિયાએ સોશિયલ મીડિયા પર મુકેલી બે પોષ્ટ ચર્ચાનો વિષય બની ગઇ છે. એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ...
National 
ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી...
National 
મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા

કોરોના મહામારીને લોકો લગભગ ભુલી ચૂક્યા હતા, પરંતુ કોરોનાનો સળવળાટ ફરી શરૂ થયો છે. એશિયામાં કોરોનાની રી એન્ટ્રીને કારણે સરકારો...
National 
મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા

પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને...
Sports 
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.