- National
- કોણ છે મોદીજીનો જબરો ફેન રામપાલ કશ્યપ? વડાપ્રધાને પોતાના હાથે પહેરાવ્યા શૂઝ?
કોણ છે મોદીજીનો જબરો ફેન રામપાલ કશ્યપ? વડાપ્રધાને પોતાના હાથે પહેરાવ્યા શૂઝ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હરિયાણાના યમુનાનગરમાં એક વિશેષ મુલાકાત દરમિયાન કૈથલના રહેવાસી રામપાલ કશ્યપને પોતાના હાથે શૂઝ પહેરાવ્યા. વડાપ્રધાને આ ઘટનાનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો, જેમાં તેમણે રામપાલ પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. રામપાલ કશ્યપ, જે હરિયાણાના કૈથલનો રહેવાસી છે અને OBC સમુદાયમાંથી આવે છે. તેણે 14 વર્ષ અગાઉ એક સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બની જાય અને તેમને ન મળે ત્યાં સુધી તે શૂઝ નહીં પહેરે. તેનો આ સંકલ્પ સોમવારે પૂરો થયો, જ્યારે વડાપ્રધાન મોદીએ તેને શૂઝ પહેરાવ્યા.
https://twitter.com/narendramodi/status/1911756643777618032?t=krRM85zp2JyeLjtcOOgAQQ&s=35
રામપાલ કશ્યપ કૈથલના ખેતી ગુલામ અલી ગામનો રહેવાસી છે. તે મજૂરી કરે છે અને ખેતરોમાં દવાનો છંટકાવ કરવાનું પણ કામ કરે છે. રામપાલ કશ્યપે પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની બહુમતથી સરકાર ન બની જાય અને ત્યારબાદ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન મળી લે, ત્યાં સુધી તે શૂઝ નહીં પહેરે અને ખુલ્લા પગે જ રહેશે.

રામપાલ કશ્યપે કહ્યું કે, લોકોએ તેની મજાક ઉડાવી કે એક ગરીબ મજૂરને આટલા મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન કેમ મળશે. પરંતુ જ્યારે આ સમાચાર વડાપ્રધાનના કાર્યાલય સુધી પહોંચ્યા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન સાથે તેને બોલાવ્યો અને તેનું સન્માન કર્યું. સોમવારે, યમુના નગરમાં કાર્યક્રમ દરમિયાન, રામપાલ કશ્યપને બોલાવ્યો અને વડાપ્રધાને 30 મિનિટ સુધી વાત કરી અને પોતાના હાથે સન્માન આપતા શૂઝ પહેરાવ્યા.

તેમણે કહ્યું કે, 14 વર્ષનો વનવાસ પૂરો થયો અને હવે તેઓ ખુલ્લા પગે નહીં ફરે. આખા ગામમાં તેનું એક નામ થઈ ગયું છે. રામપાલ કશ્યપના 2 બાળકો છે અને તે મજૂરી કરીને સન્માન સાથે તેમનું પેટ ભરવાનું કામ કરે છે.