પદ, પૈસા અને પંગો... જાણો જ્યોતિ મૌર્ય અને આલોકના પગારમાં કેટલો ફરક છે

ઉત્તર પ્રદેશમાં એક પતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચવાની સાથોસાથ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તેની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પતિનો રડતો ચેહરો જોઈ લોકો કહી રહ્યા છે કે, તેની સાથે ખોટું થયુ. હવે તો તમે સમજી જ ગયા હશો કે અમે જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યની વાત કરી રહ્યા છીએ. પત્ની જ્યોતિ મૌર્ય SDM છે અને પતિ આલોક મૌર્ય પંચાયત રાજમાં ચોથી શ્રેણી (સફાઈ કર્મચારી) તરીકે કાર્યરત છે.

હવે કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને પતિ-પત્નીની વચ્ચે વિવાદનું અસલી કારણ પદ છે. પત્ની ઉત્તર પ્રદેશમાં ગ્રેડ-A ઓફિસર છે, જ્યારે પતિ સફાઈ કર્મચારી છે. જેના કારણે બંને વચ્ચે અંતર વધી ગયુ અને હવે સાથે રહેવુ મુશ્કેલ થઈ રહ્યું છે. પત્ની જ્યોતિ મૌર્યએ છૂટાછેડાની અરજી કોર્ટમાં આપી છે, બીજી તરફ પતિ આલોક વિવિધ જગ્યાએ વિનંતી કરીને પોતાની આપવીતી જણાવી રહ્યો છે કે કઇ રીતે જ્યોતિએ તેને દગો આપ્યો છે.

હવે દરેક વ્યક્તિને એ તો ખબર છે કે, SDMની સરખામણીમાં ચોથા વર્ગના કર્મચારીનો હોદ્દો ખૂબ જ નાનો હોય છે. કારણ કે, SDMની રહેણી-કરણીનું સ્તર ખૂબ જ ઊંચુ હોય છે, વેતન પણ સન્માનજનક હોય છે, તમામ પ્રકારની સરકારી સુવિધાઓ પણ મળે છે. જ્યારે ચોથા વર્ગના કર્મચારીને પણ ગ્રેડ પ્રમાણે જ સેલેરી મળે છે. પરંતુ, જ્યારે બંને સેલેરીની સરખામણી કરીએ તો SDMની સરખામણીમાં સફાઈ કર્મચારીની સેલેરી એક ચતૃથાંશ કરતા પણ ઓછી હોય છે.

SDMની સેલેરી

બેઝિક સેલેરી- 56100 રૂપિયાથી મહત્તમ 177500 રૂપિયા સુધી.

DA- 21318 રૂપિયા (બેઝિકના 38%)

HRA- 4488 રૂપિયાથી લઇને 15147 રૂપિયા સુધી (બેઝિકના 8-27%)

TA- 7200 રૂપિયાથી 10000 રૂપિયા સુધી

ટોટલ- 92565 રૂપિયા

PF- 6732 રૂપિયા

NPS- 7741 રૂપિયા

In Hand Salary- 77792 રૂપિયા

આ પ્રમાણે જોઈએ તો એક SDMની શરૂઆતી સેલેરી આશરે 92565 રૂપિય હોય છે. તેમાંથી PFના આશરે 6132 રૂપિયા અને NPSના આશરે 7741 રૂપિયા કપાય છે, બંનેના મળીને 14773 રૂપિયા હોય છે. કુલ સેલેરીમાંથી તેને માઇનસ કર્યા બાદ ઇન હેન્ડ સેલેરી 77792 રૂપિયા માસિક બને છે.

જોકે, અનુભવ વધારવાની સાથે જ સેલેરીમાં પણ વધારો થાય છે. જ્યાં સુધી વાત જ્યોતિ મૌર્યની છે તો તે 6 વર્ષથી નોકરી કરી રહી છે, આ દરમિયાન તેની સેલેરીમાં વધારો પણ થયો હશે. તે ઉપરાંત HRAના શહેર વિકાસ પ્રમાણે મળે છે. જ્યાં સુધી જ્યોતિ મૌર્યની વાત છે તો તેને સૌથી વધુ સેલેરી મળતી હશે. આ તો એક શરૂઆતી અનુમાન છે. SDMને સેલેરીની સાથે ઘણા પ્રકારના ભથ્થા અને સુવિધાઓ મળે છે. સરકારી આવાસ, સુરક્ષા ગાર્ડ, માળી અને કુક જેવા હાઉસ હેલ્પ, એક સરકારી વાહન (સાયરન સાથે), એક ટેલિફોન કનેક્શન, ફ્રી વીજળી વગેરે. આ ઉપરાંત, આધિકારીક યાત્રાઓ દરમિયાન ઉચ્ચ શ્રેણીના સરકારી આવાસ અને રિટાયર્મેન્ટ બાદ પેન્શન.

ઉલ્લેખનીય છે કે, SDM બનવા માટે રાજ્ય સ્તરની સિવિલ સેવા એટલે કે PCS પરીક્ષા પાસ કરવી પડે છે. SDM એટલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોઈ જિલ્લાના DM એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નીચે કામ કરે છે. જો જ્યોતિ મૌર્યની વાત છે તો તેમણે વર્ષ 2015માં PCSની પરીક્ષામાં 16મું સ્થાન મેળવ્યું હતું. બનારસમાં રહેતી જ્યોતિ પીસીએસ અધિકારી બન્યા બાદ કૌશાંબી, જૌનપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ અને લખનૌમાં તહેનાત રહી. આ સમયે તે બરેલીની ચીની મિલમાં GMના પદ પર છે.

હવે વાત કરીએ આલોક મૌર્યની. 2009માં આલોક મૌર્ય પંચાયત રાજ વિભાગમાં ચોથા વર્ગ કર્મચારીના રૂપમાં ભરતી થયો હતો. ઉત્તર પ્રદેશમાં એક સમફાઈકર્મીની સેલેરી કેટલી હોય છે? ઉત્તર પ્રદેશમાં સફાઈકર્મીનું વેતન 14000 રૂપિયાથી 14500 રૂપિયા મળે છે. જે 1800 રૂપિયા ગ્રેડ પે પ્રમાણે હોય છે.

બેઝિક- 18000 રૂપિયા

DA- 6840 રૂપિયા

HRA- 5400 રૂપિયા

કુલ- 30240 રૂપિયા

તેમા PF અને NPSનું કોન્ટ્રીબ્યૂશન માઇનસ કરવા પર સેલેરી 25596 રૂપિયા બને છે. ઉત્તર પ્રદેશમાં એક ચોથા વર્ગના કર્મચારીનું શરૂઆતી PF કોન્ટ્રીબ્યૂશનના આશરે 2160 રૂપિયા અને NPS માટે આશરે 2484 રૂપિયા કપાય છે. આ બંને રકમને મૂળ વેતનમાંથી હટાવી દેવામાં આવ્યા બાદ ઇન હેન્ડ સેલેરી આશરે 25596 રૂપિયા બને છે. જોકે, અનુભવ અને પદના આધાર પર તેમા વધારો થાય છે. જો આલોકની વાત કરીએ તો તેની નિયુક્તિ 2009માં થઈ હતી એટલે તેના વેતનમાં પણ વધારો થયો જ હશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.