- National
- ‘બીજા જન્મમાં કુતરા બનશો..’, મીટિંગમાં રોષે ભરાયેલા રોકાણકારે સંભળાવી બ્રહ્માજીની કહાની; આપી દીધો શ્...
‘બીજા જન્મમાં કુતરા બનશો..’, મીટિંગમાં રોષે ભરાયેલા રોકાણકારે સંભળાવી બ્રહ્માજીની કહાની; આપી દીધો શ્રાપ
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ઓનલાઈન મીટિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કંપનીનું આખું મેનેજમેન્ટ અને ઘણા શેરધારકો તેમાં ઉપસ્થિત હતા, ત્યારે એક શેરધારક એટલો ગુસ્સે થઇ ગયો કે તેણે સીધા મેનેજમેન્ટને શ્રાપ આપી દીધો. મીટિંગ દરમિયાન તેણે અધિકારીઓને એટલી બધુ ખરું-ખોટું સંભળાવ્યું કે મીટિંગનો આ ભાગ વાયરલ થઈ ગયો.
ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, આ વીડિયો GKB ઓપ્થેલ્મિક્સ લિમિટેડની વર્ચ્યુઅલ મીટિંગનો હોવાનો કહેવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળાઈ રહ્યો છે, જેનું નામ અભિષેક કાલરા બતાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં તે કહે છે- સર, તમે વર્ષમાં માત્ર એક જ વખત તક આપો છો અને એક મિનિટમાં મામલો સમાપ્ત કરવાનું કહો છો. ત્યારબાદ તેણે કહેવાની શરૂઆત કરી તો પછી રોકાવાનું નામ ન લીધું.
https://twitter.com/kukreja_abhinav/status/1958829450063139126
કાલરાએ મીટિંગ વચ્ચે બ્રહ્માજીની કહાની કહેવાની ચાલુ કરી દીધી. તેણે કહ્યું કે, કોઈએ બ્રહ્માજીને પૂછ્યું કે રસ્તા પર કૂતરા કેમ જન્મે છે? બ્રહ્માજીએ કહ્યું- ‘જે લોકો બીજાના પૈસા દબાવી લે છે અને જેમના ઈરાદા ખરાબ હોય છે, એ વ્યક્તિઓને અમે બીજા જન્મમાં કૂતરા બનીને મોકલીએ છે. ત્યારબાદ તેમણે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે.જી. ગુપ્તા પર સીધું નિશાન સાધ્યું અને કહ્યું કે ગુપ્તા સાહેબ પુસ્તકો લખે છે, દાવો કરે છે કે તેઓ 40 વર્ષથી કાચના બિઝનેસમાં છે. ક્યારેક અમેરિકામાં, ક્યારેક બ્રિટનમાં કંપની ખોલે છે, પરંતુ આ કંપનીઓએ ક્યારેય નફો કર્યો નથી.
પછી આવે છે આ મીટિંગનો મુખ્ય ડાયલોગ. કાલરા પોતાની વાત રાખતા કહે છે કે, તું બીજા જન્મમાં કૂતરો બનીશ, હું તને શ્રાપ આપું છું. મીટિંગમાં આ સાંભળીને બધા હેરાન રહી ગયા. આટલું ખરું-ખોટું સાંભળ્યા બાદ કંપનીના MDએ અન્ય અધિકારીઓને પૂછ્યું કે કાલરા પાસે કંપનીના કેટલા શેર છે. તેના પર મીટિંગમાં હાજર એક મહિલાનો અવાજ આવ્યો. એક શેર, એટલે કે, માત્ર એક જ શેર. એક શેર ધરાવતા આ રોકાણકારે કંપનીના પ્રદર્શન પર જે અંદાજમાં મેનેજમેન્ટનો ક્લાસ લઇ લીધો, તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયો છે.

