‘McDonald'sને બંધ કરાવો...’, 18 લાખ કરોડની કંપની ઠપ્પ કરાવવાની માગ! નેતાના નિવેદનથી હલી જશે મેકડોનાલ્ડ્સના માલિક

લોકસભામાં 28 જુલાઈના રોજ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાના એક નિવેદને રાજનીતિક ગલિયારાઓ તેમજ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ પર વાત કરતા હુડ્ડાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપની નિંદા કરી અને ગુસ્સામાં કંઈક એવું કહી દીધું જે સીધું એક દિગ્ગજ કંપની પર હુમલો હોય તેવું લાગ્યું.

હુડ્ડાએ કહ્યું કે, ‘આપણા નેતાએ ક્યારેય ટ્રમ્પની મધ્યસ્થતાની નિંદા કરી નથી. ડોનાલ્ડને ચૂપ કરાવો, ડોનાલ્ડનું મોઢું બંધ કરાવો અથવા ભારતમાં મેકડોનાલ્ડ્સ બંધ કરાવો. આ શબ્દો તરત જ વાયરલ થઈ ગયા અને સવાલ ઉભા થવા લાગ્યા કે, શું આ ખરેખર 18 લાખ કરોડ રૂપિયાની અમેરિકન કંપની માટે ચેતવણીની ઘંટડી છે?

dipendra-singh-hooda
4pm.co.in

દુનિયાની સૌથી મોટી ફાસ્ટ ફૂડ ચેઈનમાંથી એક, મેકડોનાલ્ડ્સની શરૂઆત 1940માં શરૂ થઈ હતી. આજે તેનું માર્કેટ વેલ્યૂ લગભગ 213.42 બિલિયન ડોલર એટલે કે 17.6 લાખ કરોડ રૂપિયા છે. આ કંપની લગભગ 71 દેશોમાં કામ કરી રહી છે અને ભારત જેવા ઉભરતા બજારોમાં લાખો લોકોને રોજગારી આપે છે.

મેકડોનાલ્ડ્સના માલિક કોણ છે?

કંપનીના વર્તમાન CEO અને ચેરમેન ક્રિસ્ટોફર જોન કેમ્પઝિન્સ્કી છે, જેમણે 2019માં જવાબદારી સંભાળી હતી. આ કંપની દુનિયાની 71મી સૌથી મૂલ્યવાન કંપની છે. બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર, તેની બ્રાન્ડ વેલ્યુ 40.5 બિલિયન ડોલર છે. આ કંપની ન માત્ર ફાસ્ટ ફૂડ ઉદ્યોગમાં અગ્રણી છે, પરંતુ ભારત જેવા બજારોમાં પણ તેની મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે, જ્યાં તે હજારો લોકોને રોજગારી આપે છે.

dipendra-singh-hooda3
restaurantindia.in

હુડાનું નિવેદન ટ્રમ્પની નિંદામાં હતું, પરંતુ મેકડોનાલ્ડ્સને તેમાં ખેંચીને સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટ્રોલિંગનું કારણ બની ગયું. જોકે મેકડોનાલ્ડ્સને બંધ કરવાની કોઈ સરકારી જાહેરાત કરવામાં આવી નથી અને ન તો તેની સંભાવના છે, પરંતુ આ નિવેદનથી જરૂર ઉજાગર થાય છે કે, કેવી રીતે રાજનીતિક કટાક્ષ પણ અબજોની કિંમતની કંપનીને ચર્ચામાં લાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.