UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને 3 મહિલા અરજીકર્તાઓના મકાનોને બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, ઘર ધ્વસ્ત કરવાની આ મનસ્વી પ્રક્રિયા નાગરિક અધિકારોનું અસંવેદનશીલ રીતે હનન પણ છે. કોર્ટે કહ્યું કે, તેનાથી આપણી અંતરાત્મા હચમચી જાય છે અને રાઈટ ટૂ શેલ્ટર નામની પણ કોઇ વસ્તું હોય છે, જેનું પાલન થયું નથી. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને 5 પીડિતોને 10-10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

supreme court
ndtv.com

 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે પ્રકારે તોડફોડ કરવામાં આવી, એ અમાનવીય અને ગેરકાયદેસર કાર્યવાહીના કારણે વળતર લગાવવામાં આવી રહ્યું છે. તોડફોડની કાર્યવાહી પૂરી રીતે ગેરકાયદેસર હતી અને આશ્રયના અધિકારનું ઉલ્લંઘન છે. આ પ્રકારે તોડફોડ કરવી પ્રયાગરાજ વિકાસ ઓથોરિટીની અસંવેદનશીલતા દર્શાવે છે. આ જ કેસમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં 24 માર્ચે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક તરફ દબાણ વિરોધી અભિયાન દરમિયાન ઝૂંપડીઓ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું હતું, તો બીજી તરફ 8 વર્ષની છોકરી પોતાના પુસ્તકો લઈને ભાગી રહી હતી. આ તસવીરે સૌને હેરાન કરી દીધા હતા, આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. જ્યાં ગેર-કાયદેસર તોડફોડ કરવામાં આવી રહી છે અને તેમાં સામેલ લોકો પાસે નિર્માણ કરાવવાની પણ ક્ષમતા નથી.

supreme court
indiatoday.in

 

અરજીકર્તાઓએ કહ્યું કે, એક્શન પહેલા તેમને કોઈ નોટિસ મળી નથી. અહીં સુધી કે નોટિસ મોકલ્યાના 24 કલાકની અંદર જ બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું. અરજીકર્તાઓના જણાવ્યા અનુસાર, પહેલા વર્ષ 2021માં 1 માર્ચે નોટિસ આપવામાં આવી હતી અને તેમને 6 માર્ચે નોટિસ મળી હતી. ત્યારબાદ બીજા જ દિવસે 7 માર્ચે મકાનો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. એડવોકેટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહમદ અને અન્ય લોકોની અરજી પર કોર્ટે સુનાવણી કરી, જેમના મકાન ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે, પ્રશાસન અને શાસનના આ લોકોને લાગ્યું કે આ સંપત્તિ ગેંગસ્ટર અને રાજકીય પાર્ટીના નેતા અતિક અહમદની છે.

supreme court
indiatoday.in

આ બધા લોકોએ અલ્લાહબાદ હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પરંતુ હાઈકોર્ટે મકાન તોડવાની કાર્યવાહીને પડકાર આપતી તેમની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટથી અરજી ફગાવાયા બાદ અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેન્કટરમણીએ રાજ્ય સરકારની કાર્યવાહીનો બચાવ કરતા  નોટિસ આપવામાં ઉચિત પ્રક્રિયાનું પાલન કરવાનો ભરોસો અપાવ્યો. તેમણે મોટા પાયે થયેલા ગેરકાયદેસર કબજાઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, રાજ્ય સરકાર માટે અનધિકૃત કબજો છોડાવવો અને તેને રોકવાનું મુશ્કેલ કામ છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.