- National
- એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?
એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?

કર્ણાટક સરકારની માલિકીની કંપની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL) એ અભિનેત્રી તમન્ના ભાટિયાને લોકપ્રિય બ્રાન્ડ 'મૈસુર સેન્ડલ સોપ' ના નવા ચહેરા તરીકે જાહેર કરી છે. કંપનીએ આ માહિતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી હતી, ત્યારબાદ લોકોએ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને તેના પર સ્થાનિક કલાકારોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.

કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી જાણકારી
સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા કંપનીએ લખ્યું, 'મૈસુર સેન્ડલ સોપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયાનું સ્વાગત કરીને અમને ખૂબ આનંદ થાય છે.' તમન્ના તેની સુંદરતા અને વૈવિધ્યતા માટે જાણીતી છે, જે આપણા પરંપરાગત બ્રાન્ડના વારસા, શુદ્ધતા અને શાશ્વત ચમકને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.
https://twitter.com/MysoreSandalIn/status/1925548898099355985?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1925548898099355985%7Ctwgr%5Ed71114cb11400562448d985abef74b0ccb97161f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Findia%2Fnews%2Fstory%2Ftamannaah-bhatia-became-brand-ambassador-of-mysore-sandal-soap-people-raises-questions-ntc-rpti-2247646-2025-05-24
લોકોએ 'બિન-કન્નડ' અભિનેત્રીની પસંદગી પર ઉઠાવ્યા પ્રશ્નો
તમને જણાવી દઈએ કે આ સોદો બે વર્ષ માટે 6.20 કરોડ રૂપિયામાં થયો છે. જોકે, આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. કન્નડ ફિલ્મ ઉદ્યોગના સેલિબ્રિટીઓ અને ચાહકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે કર્ણાટકમાં પોતાની મજબુત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સેન્ડલવુડ નામની છે,તો પછી બિન-કન્નડ અભિનેત્રીને કેમ પસંદ કરવામાં આવી?

'શું કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની અછત છે?'
એક યુઝરે પૂછ્યું, 'શું કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની અછત છે?' તો ઘણા લોકોએ સ્થાનિક કલાકારો અને સંસ્કૃતિને અવગણવા બદલ સરકારની ટીકા કરી છે. વિવાદ વચ્ચે, એવું પણ જાણવા મળ્યું છે કે તમન્ના માત્ર મૈસુર સેન્ડલ સાબુ જ નહીં પરંતુ KSDL ના અન્ય ઉત્પાદનોની પણ બ્રાન્ડ એમ્બેસેડર હશે.