વસ્તીગણતરીનું ચક્ર બદલાયું, આવતા વર્ષથી શરૂ થશે, સરકાર સંપ્રદાય વિશે પૂછી શકે છે

દર 10 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરીને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરી આવતા વર્ષે (2025માં) શરૂ થશે, જે એક વર્ષ (2026 સુધી) ચાલશે. આ પછી, આગામી 10 વર્ષમાં યોજાનારી વસ્તી ગણતરી હવે 2035માં થશે.

અહીં તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી 1991, 2001, 2011ની જેમ દાયકાની શરૂઆતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. તેવી જ રીતે, વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોવિડ રોગચાળાને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. આ પછી વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાવા જઈ રહ્યું છે. હવે 2025 પછી 2035માં અને ત્યાર પછી 2045, 2055માં વસ્તી ગણતરી થશે.

વસ્તી ગણતરી પૂર્ણ થયા પછી લોકસભા સીટોનું સીમાંકન શરૂ થશે. સીમાંકન પ્રક્રિયા 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. હકીકતમાં, ઘણા વિરોધ પક્ષો દ્વારા જાતિ ગણતરીની પણ માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.

અત્યાર સુધી વસ્તી ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવતા હતા. ઉપરાંત, સામાન્ય, અનુસૂચિત જાતિ અને જનજાતિની ગણતરી કરવામાં આવે છે. પરંતુ આ વખતે લોકોને એ પણ પૂછી શકાય છે કે, તેઓ કયા સંપ્રદાયના અનુયાયી છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં, લિંગાયતો, જેઓ સામાન્ય વર્ગના છે, તેઓ પોતાને એક અલગ સંપ્રદાય માને છે. તેવી જ રીતે, અનુસૂચિત જાતિઓમાં પણ વિવિધ સંપ્રદાયો છે જેમ કે વાલ્મીકિ, રવિદાસી વગેરે. એટલે કે સરકાર ધર્મ, વર્ગ અને સંપ્રદાયના આધારે વસ્તી ગણતરીની માંગ પર વિચાર કરી રહી છે.

હાલમાં કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીની સાથે જ્ઞાતિવાર વસ્તી ગણતરી કરવા અંગે ઔપચારિક નિર્ણય લીધો નથી. પરંતુ વિપક્ષના જાતિવાર વસ્તી ગણતરીને રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસને જોતા મોદી સરકાર જાતિવાર વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લઈ શકે છે. કારણ કે સરકાર પણ ઈચ્છે છે કે આ મુદ્દે NDAમાં કોઈ મતભેદ ન હોવા જોઈએ પરંતુ તમામ ધર્મોની વસ્તીમાં હાજર જાતિ વ્યવસ્થાના મૂળ પણ જાણવા જોઈએ. ત્યારપછી અનામત સહિતની કોઈપણ સુવિધા માટે જો કોઈ વિશેષ યોજના ચલાવવી હોય તો આ અભિયાન સાથે ત્રિપલ ટેસ્ટની પ્રથમ અને મહત્વની કસોટી પૂર્ણ થશે.

અહીં તમને જણાવી દઈએ કે, દેશના વિપક્ષી રાજકીય પક્ષો જાતિવાર વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે. સરકારના મંત્રીઓએ લોકસભામાં આ અંગે નિવેદનો આપ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જાતિની વસ્તી ગણતરી બંધારણ અનુસાર નથી. જો કે, સૂત્રોનો ઉલ્લેખ કરીને, એવા સમાચાર છે કે સરકાર જાતિની વસ્તી ગણતરી કરી શકે છે. સરકાર ઇચ્છે છે કે તમામ ધર્મોમાં રહેલી જ્ઞાતિ વ્યવસ્થાને જાણવામાં આવે અને NDAના સાથીદારોની માંગને માન આપવામાં આવે, તેથી સરકાર જાતિ ગણતરી અંગે પણ નિર્ણય લઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.