- National
- 90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે એક મીડિયા ચેનલે બતાવેલા સમાચારની અસર દેખાઈ રહી છે. આ પુલના ખતરનાક 90 ડિગ્રી વળાંક અંગે પ્રશ્નો ઉભા થયા પછી, રેલવે ડિઝાઇન બદલવા માટે વધારાની જમીન આપવા સંમત થઈ છે.
એક મીડિયા ચેનલે આ પુલની ડિઝાઇનનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો, ત્યારપછી PWD સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલ્વે તરફથી જમીન અપાતા પુલની રેલિંગ તોડી નાખવામાં આવશે અને 90 ડિગ્રીના વળાંકને વધુ વળાંક આપવામાં આવશે.

આનાથી પુલની પહોળાઈ ત્રણ ફૂટ જેટલી વધી જશે, જેનાથી વાહનોને વળાંક લેવા માટે વધારાની જગ્યા મળશે. બુધવારે એન્જિનિયરોની એક ટીમ પણ પુલના કેન્દ્ર બિંદુને માપવા માટે મશીનો સાથે પહોંચી હતી.
18 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ 648 મીટર લાંબો પુલ ઐશબાગના ગીચ વસ્તીવાળા અને અતિ વ્યસ્ત એવા ટ્રાફિક વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. તેની ડિઝાઇનમાં 90 ડિગ્રીના તીવ્ર વળાંકને કારણે અકસ્માતોનો ભય સતાવી રહ્યો હતો.
પુલના નિર્માણ સમયે, રેલવેએ પણ આ 90 ડિગ્રીના આ વળાંક સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ PWDના ઇજનેરોએ અહીં જગ્યાનો અભાવ દર્શાવતા કહ્યું હતું કે, બીજો કોઈ વિકલ્પ નથી. ઐશબાગ રેલ્વે ક્રોસિંગ બંધ થયા પછી, ROB આ વિસ્તાર માટે એક મોટી જરૂરિયાત છે. તેથી, તેને ઓછી જગ્યામાં પણ બનાવવું પડશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર, યુઝર મનીષ ચૌધરીએ લખ્યું, 'ભોપાલનો આ ઐશબાગ રેલ ઓવર બ્રિજ, જે PWD દ્વારા 10 વર્ષમાં બનાવવામાં આવ્યો છે, તે જાણે કે કોઈ 'એન્જિનિયરિંગનો ચમત્કાર' હોય. આવા બાંધકામોને જનતાની જરૂરત માટે નહીં, પરંતુ અધિકારીઓના ખિસ્સા ભરવા માટે બનાવવામાં આવતા હોય છે. આ પુલ ન ફક્ત ટ્રાફિક જામનું નવું કેન્દ્ર બનશે, પરંતુ આ 90 ડિગ્રીનો વળાંક મોટા અકસ્માતને પણ આમંત્રણ આપશે.'
બીજા એક યુઝરે મુકેશે લખ્યું, 'મૃત્યુ 90 ડિગ્રીનો ખૂણો બનાવીને આવશે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિકાસનો આ ખૂણો બહાર આવ્યો છે. 18 કરોડ રૂપિયા ખર્ચાયા છે.'

જ્યારે પત્રકારોએ આ મુદ્દે PWD મંત્રી રાકેશ સિંહને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે કહ્યું, 'પુલ બન્યા પછી, અચાનક કેટલાક નિષ્ણાતો બહાર નીકળીને આવી વાતો કરે છે, જ્યારે કોઈપણ પુલ બનાવતી વખતે, ઘણા તકનીકી પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ આરોપ છે, તો તેની તપાસ કરવામાં આવશે.'
એક મીડિયા ચેનલમાં બતાવેલા સમાચાર પછી, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રેલ્વે અને PWDના આ પગલાથી પુલની સલામતી અને ટ્રાફિક સરળતામાં સુધારો થશે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
Opinion
