- National
- TMCમાં છેલ્લો ખીલો? કલ્યાણ બેનર્જીએ મમતાને કહી દીધું- 'અભિષેક અથવા મને બે માંથી એકને પસંદ કરો'
TMCમાં છેલ્લો ખીલો? કલ્યાણ બેનર્જીએ મમતાને કહી દીધું- 'અભિષેક અથવા મને બે માંથી એકને પસંદ કરો'
પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી સત્તાનું સુકાન સંભાળનાર મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ મુશ્કેલીમાં છે. એક પછી એક નેતા TMCથી દૂર થઈ રહ્યા છે. 60થી વધુ ધારાસભ્યો બળવાખોર બન્યા છે. દિલ્હીમાં લોકસભાના સભ્યોએ પણ પાર્ટીમાં બળવો પોકાર્યો છે. જ્યારે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી માટે સૌથી મોટો ફટકો કલ્યાણ બેનર્જીનું હાલમાં આપેલું નિવેદન છે.
કલ્યાણ બેનર્જી, જેમને મમતા બેનર્જીએ તેમના 40 વર્ષના સાથીદાર કાકોલી ઘોષને મુખ્ય દંડક બનાવવા માટે પદ પરથી હટાવી દીધા હતા, તેઓ જ હવે બળવો પોકારવાની તૈયારીમાં છે. કલ્યાણ બેનર્જીએ TMCના વડા મમતા બેનર્જીને અલ્ટીમેટમ આપ્યું છે કે કાં તો તેઓ અભિષેકને પસંદ કરે અથવા મારા જેવા વફાદારને પસંદ કરે.
કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે, મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીને હટાવવી જોઈએ. અન્યથા અમે પાર્ટીમાં રહી શકીએ નહીં. તેણે અભિષેક બેનર્જી સામેના નકલી હસ્તાક્ષરના કેસથી પોતાને દૂર રાખવાની પણ જાહેરાત કરી અને કહ્યું કે અભિષેક બેનર્જીએ ક્યારેય મારા પર વિશ્વાસ કર્યો નથી અને ભવિષ્યમાં પણ મારા પર વિશ્વાસ કરશે નહીં. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે હું ગઈ કાલે અભિષેકના કેસની તૈયારી કરી રહ્યો હતો અને અડધી રાત્રે મને કહેવામાં આવ્યું કે વકીલને બદલી નાંખવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે આ ખૂબ જ અપમાનજનક છે. અભિષેક બેનર્જીને ખબર નથી કે વરિષ્ઠોનું સન્માન કેવી રીતે કરવું. કલ્યાણ બેનર્જીએ અભિષેકને ઘમંડી કહ્યો અને કડક સ્વરમાં પૂછ્યું, તે કોણ છે? અભિષેક બેનર્જીના કારણે પાર્ટીને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે હું મમતા બેનર્જીની સાથે છું. પરંતુ દીદીએ હવે નક્કી કરવું પડશે કે તેમને પાર્ટી અને વફાદાર નેતા જોઈએ છે કે બાળક અને પરિવાર જોઈએ છે.
કલ્યાણ બેનર્જીની ગણતરી મમતા બેનર્જીના વિશ્વાસુ નેતાઓમાં થાય છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર પછી, કલ્યાણ બેનર્જી ઘણા મહત્વપૂર્ણ કેસોમાં કોર્ટમાં પણ TMC સંબંધિત કેસોની વકીલાત કરતા જોવા મળ્યા છે. કલ્યાણ બેનર્જી નકલી સહી સંબંધિત કેસમાં વકીલ હતા જેમાં અભિષેક બેનર્જી પણ આરોપી છે. કલ્યાણ બેનર્જીના બળવાખોર વલણને TMCમાં છેલ્લો ખીલો તરીકે જોવામાં આવી રહ્યું છે.

