પતિએ કંટાળીને પોતાની પત્નીના નિકાહ બીજા યુવક સાથે કરાવી દીધા, સાથે 3 બાળકો પણ આપી દીધા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાના પરિવાર સાથેના ઝઘડાથી કંટાળીને એક પુરુષે પોતાની પત્ની અને ત્રણ બાળકોને બીજા માણસને સોંપી દીધા અને પોતાની પત્નીના તેની સાથે લગ્ન પણ કરાવી દીધા. આ ઘટના સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પંચાલી બુજુર્ગ ગામમાં બની હોવાનું જાણવા મળે છે, જ્યાં આ અસામાન્ય ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી પોલીસ પણ ચોંકી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર વિવાદ ઘર, જમીન અને પારિવારિક ઝઘડાઓ સાથે જોડાયેલો છે.

પંચાલી બુજુર્ગ ગામના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, તેના પોતાના પરિવારના સભ્યો દ્વારા તેને સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેના પિતા, બહેન અને બનેવી તેના પર માનસિક દબાણ કરી રહ્યા હતા અને તેનું ઘર કબજે કરવા માંગતા હતા. એવો પણ આરોપ છે કે, ઘર તેની પત્નીના નામે હોવા છતાં પરિવારના સભ્યો સતત ઝઘડો કરતા હતા અને તેના ઘરનો અડધો ભાગ માંગતા હતા. આ વ્યક્તિના જણાવ્યા મુજબ, આ ઘર તેની પત્નીના માતાપિતાએ જમીન ખરીદીને બનાવ્યું હતું અને તે તેની પત્નીના નામે નોંધાયેલું છે. આમ છતાં, પરિવારના સભ્યો તેને ઘર અને જમીન અંગે માનસિક રીતે હેરાન કરતા રહ્યા.

Sarurpur-Police-Station,-Meerut

આ વ્યક્તિએ વધુમાં આરોપ લગાવ્યો કે, તેના પિતા, બહેન અને બનેવી માત્ર તેને જ બદનામ કરવાનો પ્રયાસ નહોતા કરતા, પણ માનસિક રીતે અસ્થિર ગણાવીને તેને પાગલ સાબિત કરવાનું કાવતરું પણ ઘડી રહ્યા હતા. તેણે કહ્યું કે તેના પરિવારના સભ્યો તેની પત્ની પર પણ ખોટા આરોપો લગાવી રહ્યા હતા અને તેમને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેણે કહ્યું, 'ઘરમાં રોજ ઝઘડા થતા હતા. મારા પોતાના લોકો જ મારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવા લાગ્યા. મારી પત્ની પર પણ ખોટા આરોપો લગાવવામાં આવ્યા. ધીમે ધીમે પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે, હવે મારામાં જીવન જીવવાની બધી ઇચ્છા ખતમ થઇ ગઈ છે.'

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ માનસિક દબાણ અને ઘરેલુ તણાવને કારણે, તે વ્યક્તિએ એક અકલ્પનીય પગલું ભર્યું. જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, તેણે તેના બાળકો અને પત્નીને બીજા પુરુષને સોંપી દીધા. એટલું જ નહીં, તેણે તેની પત્નીના લગ્ન પણ તે જ પુરુષ સાથે કરાવી દીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામલોકોની હાજરીમાં લગ્ન સમારોહ પૂર્ણ થયો. મહિલા પણ આ નિર્ણય માટે સંમત થઈ ગઈ, કારણ કે તે પણ થઇ રહેલા સતત ઝઘડા અને કૌટુંબિક વિખવાદથી પરેશાન થઇ ગઈ હતી.

આ સમગ્ર ઘટના પછી, તે પુરુષે કહ્યું કે, તેણે હવે તેના પરિવાર અને સંબંધીઓ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. તેણે કહ્યું, 'મેં મારી પત્ની અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આ પગલું ભર્યું છે. જો હું તેમની સાથે રહ્યો હોત, તો કદાચ રોજિંદા ઝઘડા અને તણાવથી અમારું જીવન બરબાદ થઈ ગયું હોત. હવે, હું પ્રાર્થના કરું છું કે તેઓ ખુશ રહે.' આ દરમિયાન, ગ્રામજનો કહે છે કે, આ મામલો ખૂબ જ વિચિત્ર અને દુઃખદ છે. એક પુરુષ પોતાના પરિવારને બીજા કોઈને સોંપી દે છે તે સાંભળીને બધા ચોંકી ગયા. ગ્રામજનો કહે છે કે, આ પરિવારમાં ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો, અને ઘણી પંચાયતો પણ થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ પર કોઈ પહોંચ્યું ન હતું.

Husband-Wife-Marriage.jpg-2

ગ્રામજનોના મતે, વિવાદનું મૂળ તે ઘર જ હતું જેમાં તે પુરુષ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. એવું કહેવાય છે કે, તેની પત્નીના માતાપિતાએ આ ઘર પોતાના ખર્ચે બનાવ્યું હતું. પરિવાર આનાથી નાખુશ હતો અને ઘરમાં ભાગ માંગતો હતો. તેના કારણે ઘરમાં સતત ઝઘડા થતા રહેતા હતા. ક્યારેક, પરિસ્થિતિ એટલી હદે વધી ગઈ હતી કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિએ અગાઉ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા પછી, પોલીસે તપાસ શરૂ કરી. આ કેસમાં, સરુરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, માહિતી મળી હતી કે યુવકે અગાઉ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જ્યારે બધું ઠીક ન રહ્યું, ત્યારે તેણે તે મહિલાના લગ્ન બીજા પુરુષ સાથે કરાવી દીધા. જો ભવિષ્યમાં કોઈ ફરિયાદ કે વિવાદ ઉદ્ભવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.