એક જ કેસમાં કોર્ટના બે અલગ અલગ આદેશ, CJIને ખબર પડતા જ આદેશ...

આરોપીઓને જામીન આપવા સંબંધિક કેસમાં સુપ્રીમ કોર્ટ પોતે પણ મુશ્કેલીમાં મુકાઇ છે. 16 વર્ષ પહેલા એક ડબલ બેન્ચે જે નિર્ણય આપ્યો હતો, હાલમાં જ એક બીજી ડબલ બેન્ચે તેનાથી ઉલટ નિર્ણય આપ્યો છે. સરકારને પરેશાની આવી તો સોલીસિટર જનરલ તુષાર મેહતાએ આખી વાત CJI ડીવાઇ ચંદ્રચૂળને કરી કરી. CJIએ ભૂલ માનીને કહ્યું કે, તેઓ ત્રણ જજોની બેન્ચમાં પોતે આ કેસને જોશે. હાલ આખરે આપવામાં આવેલા ડબલ બેન્ચના નિર્ણયને CJIએ રોકી દીધો છે. કોર્ટને કહેવામાં આવ્યું છે કે, ડિફોલ્ટ બેલની રિટોં પર વિચાર ન કરો.

ઋતુ છાબડિયા નામના કેન્દ્રના કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે 26મી એપ્રિલના રોજ જે નિર્ણય આપ્યો તે અનુસાર, તપાસ એજન્સી જો કોઇ કેસમાં અધુરી ચાર્જશીટ દાખલ કરે છે તો આરોપીને ડિફોલ્ટ બેલનો અધિકાર જાતે જ મળી જાય છે. ડબલ બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ડિફોલ્ટ બેલ આરોપીનો અધિકાર છે. જો તપાસ એજન્સી તપાસ પુરી કર્યા વગર ચાર્જશીટ દાખલ કરે છે તો આરોપીને એ અધિકાર જાતે જ મળી જશે. બેન્ચનું માનવું છે કે, આરોપીના જામીન રદ કરાવવા માટે એજન્સી ઉતાવળમાં ચાર્જશીટ રજૂ કરી દે છે.

ખાસ વાત છે કે, સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચે 16 વર્ષ પહેલા જે નિર્ણય લીધો હતો તેનાથી 26મી એપ્રિલનો નિર્ણય એકદમ ઉલટો છે. દિનેશ ડાલમિયાના કેસમાં સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચે કહ્યું હતું કે, જે ટ્રાયલ કોર્ટ કેસનું સંજ્ઞાન લે છે તે આરોપીને પોલીસ રિમાન્ડ પર વિવેચના દરમિયાન મોકલી શકે છે. સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચના 16 વર્ષ પહેલા આપવામાં આવેલા નિર્ણય અનુસાર જ ટ્રાયલ કોર્ટ હાલ નિર્ણય લઇ રહી હતી. પણ હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેના બાદથી જ વિવાદ ઉભો થયો છે કે, કયા નિર્ણયને ખરો માનવામાં આવે, કારણ કે, બન્ને જ અલગ અલગ મત બરાબરની બેન્ચોએ આપ્યા છે.

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ CJIને આખી વાત કહી અને તેમણે કહ્યું કે, 26મી એપ્રિલના રોજ આપવામાં આવેલા નિર્ણયથી મુશ્કેલી વધી રહી છે. તેથી આ આદેશને પાછો ખેંચવામાં આવે. CJIએ તેની વાત સાંભળીને ત્રણ જજોની બેન્ચ બનાવી અને કહ્યું કે, તેઓ પોતે આ કેસ પર ધ્યાન આપશે. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચના નિર્ણયને પહેલા 4થી મે સુધી રોકવામાં આવ્યો. પછી સમય મર્યાદા વધારીને 12મી મે સુધી કરવામાં આવી.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.