‘બધા બળવાખોર નેતાઓના માલિક એક’, વિદર્ભમાં ભાજપ પર વરસ્યા ઉદ્ધવ ઠાકરે

શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિદર્ભની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો. સાથે જ એ પણ જણાવ્યું કે, ભાજપના ગઠબંધનથી બહાર કેમ આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે જેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાસે રાખડી બંધાવી. બધા બળવાખોર નેતાઓના માલિક એક છે. ભાજપને શિવસેના તો જોઈતી હતી, પરંતુ ઠાકરે નહીં, પરંતુ યાદ રહે કે ભલે અમારા ધારાસભ્ય અને સાંસદ જતા રહ્યા હોય, પરંતુ શાનદાર શિવસૈનિક અત્યારે પણ મારી સાથે છે.

તેમણે કહ્યું કે, ‘ભાજપે મને ધક્કો આપ્યો એટલે હું કોંગ્રેસ સાથે ગયો હતો. મને ખુરશીનો મોહ ક્યારેય રહ્યો નથી. જ્યારે તમારી સરકાર મજબૂત હતી, તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ચોરી કરવાની શું જરૂરિયાત હતી? વડાપ્રધાને કહ્યું કે NCP ભ્રષ્ટ છે, પરંતુ હવે વડાપ્રધાન સાથે એ જ નેતાઓના ફોટા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહીને લઈને નિવેદન આપ્યું હતું, ત્યારબાદ NCPમાં ફૂટ પડી. સરકારમાં કોણ ડેપ્યુટી છે, હવે સમજ પડતી નથી. ફડણવીસની હાલત એક ફૂલ, બે હાફવાળી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું ઘરે બેસીને સત્તા ચલાવી રહ્યો હતો અને લોકોનો આશીર્વાદ મળતો હતો. આ લોકો ઘરે ઘર જઈ રહ્યા છે છતા આશીર્વાદ મળી રહ્યા નથી. કેટલાક લોકોએ અમારી પાર્ટીનું નામ અને નિશાન ચોરી લીધું છે. અમને એક દેશ એક કાયદો માન્ય છે, પરંતુ એક દેશ એક પાર્ટી માન્ય નથી. ભાજપની ‘એક રાષ્ટ્ર, એક પાર્ટી’ યોજના ક્યારેય સ્વીકાર કરવામાં નહીં આવે અને દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ક્રેઝ ખતમ થઈ રહ્યો છે. તે હાલમાં જ કર્ણાટકમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ હવે અરસપરસના મતભેદોવાળી પાર્ટી બની ગઈ છે. આ અગાઉ રવિવારે જ ઉદ્ધવ ઠાકરેએ યવતમાલમાં કહ્યું હતું કે, શિવાજી પાર્કમાં મેં પોતાના માતા-પિતાના સોગંધ ખાઈને કહ્યું હતું કે, મારી અમિત શાહ સાથે વાત થઈ હતી કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ શિવસેનાને અઢી વર્ષ માટે મળશે. જો ભાજપ પોતાના વાયદા પર કાયમ રહેતી તો આજે ભાજપના નેતાઓની હાલત છે તે ન હોતી. મેં મિત્રતા માટે વર્ષ 2019માં ગઠબંધન કર્યું હતું. બધાએ મુખ્યમંત્રી થવું છે, પરંતુ ખેડૂત જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમનું શું? મને મુખ્યમંત્રી પદથી હટાવવા માટે રાત્રે જે મીટિંગ થતી હતી, એ મીટિંગ ખેડૂતોની ભલાઈ માટે થતી તો વધારે સારું થતું. ભાજપ જોડ-તોડની રાજનીતિ કરી રહી છે. મહારાષ્ટ્ર આપણું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.